રાજપારડી પાસે આવેલ મધુમતી ખાડી પર ના પુલ પર જીવ ના જોખમે વાહન ચાલકો મુસાફરી કરવા મજબુર બન્યા

0
53


રાજપારડી પાસે આવેલ મધુમતી ખાડી પર ના પુલ પર જીવ ના જોખમે વાહન ચાલકો મુસાફરી કરવા મજબુર બન્યા

પ્લાસ્ટિક ની પટ્ટી દ્વારા રેલિંગ ની આજુબાજુ કોદન કરી વાહન ચાલકો ને પટ્ટી ના ભરોસે મુસાફરી કરવા મજબુર બન્યા છે શુ આ પ્લાસ્ટિક ની પટ્ટી વાહન ચાલકોનું વાહન ખાબક્તા રોકી શકશે ?

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ પર આવેલ નાના નાળા તેમજ રાજપારડી પાસે આવેલ મધુમતી ખાડી પર આવેલ પુલ ની હાલત અત્યન્ત દયનિય હાલતમાં થઈ જવા પામી છે સરકારી બાબુ ઓ પણ આ માર્ગ પર થી પસાર થતા હોય છે પરંતુ પ્રજા ના હિટ માટે જન પ્રતિનિધિ ઓ આવાજ ઉઠાવે અને ઉગ્ર રજૂઆત કરે એવી લોક માંગ ઉઠવા પામી છે થોડા દિવસ પેહલા આજ પુલ પરથી એક હાઇવા ટ્રક ખાડી માં ખાબક્તા ખાબક્તા બચી ગઈ હતી અને તેનો એહવાલ મીડિયા માં પણ પ્રકાશિત થયો હતો ત્યાર બાદ તંત્ર એ આ પુલ પરનું કોઈ પણ જાત નું સમારકામ તેમજ મારામત કરવામાં આવી નથી અને એક પ્લાસ્ટિક ની પટ્ટી દ્વારા રેલિંગ ની આજુબાજુ કોદન કરી વાહન ચાલકો ને પટ્ટી ના ભરોસે મુસાફરી કરવા મજબુર બન્યા છે શુ આ પ્લાસ્ટિક ની પટ્ટી વાહન ચાલકોનું વાહન ખબક્તા રોકી શકશે ? એવા ઘમ્ભીર સવાલો થઈ રહ્યા છે તંત્ર દ્વારા ખાલી પ્લાસ્ટિક ની પટ્ટી બાંધી કોદન કરવાથી વાહન ચાલકો માં પણ કુટુંહુલ સર્જાયું છે.જોવું રહુ સમગ્ર એહવાલ બાદ તંત્ર તેમજ જન પ્રતિનિધિ ઓ શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું

ઈરફાન ખત્રી
રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here