ભુજ તાલુકાના એક ગામમાં સગીરા સાથે છરીની અણીએ ગુજારાયો બળાત્કાર તો અન્ય એક કિસ્સામાં ચૌદ વર્ષીય સગીરાનું કરાયું અપહરણ 

0
57


બિમલ માંકડ 78746 35092
વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : ગૌતમ બુચિયા

ભુજ તાલુકાના મોખાણા ગામની સગીરા સાથે છરીની અણીએ ગુજારાયો બળાત્કાર,અન્ય એક કિસ્સામાં તાલુકાના ધાણેટી ગામેથી ચૌદ વર્ષીય સગીરાનું કરાયું અપહરણ

ઉજવણીઓમાં મસ્ત સરકારે ચોથી ઓગસ્ટે નારી ગૌરવદિનની ઉજવણી રંગે ચંગે કરી હતી. પરંતુ નારીઓના સન્માન અને સલામતી મુદ્દે ઘણા મોરચે સરકાર નિષ્ફળ રહી હોવાની ગવાહી પશ્ચિમ કચ્છમાં બનેલા બે બનાવોએ પુરાવી છે. ભુજ તાલુકાના મોખાણા ગામની સગીરાનું અપહરણ કરી યુવકે છરીની અણીએ બળાત્કાર ગુજાર્યો ત્યારે બીજા બનાવમાં ધાણેટી ગામમાં મજૂરીકામ કરતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવા બાબતે બે યુવકો વિરુદ્ધ પધ્ધર પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.

સતા ભીમા કોલી નામના મૂળ ધાણેટી ગામના શખ્સે તાલુકાના મોખાણા ગામની સગીરાનું અપહરણ કરી ડાગાળા ગામ નજીક આવેલ એક ખાનગી કંપનીમાં લઈ જઈ છરી દેખાડીને બળાત્કાર ગુજાર્યાની અમાનુષી ઘટના બની હતી. સોમવારે મોડીરાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં સગીરાના પિતાએ પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પદ્ધર પોલીસ મથકના પી.એસ.આઈ. આઈ.એચ.હિંગોરાએ આરોપી સતા ભીમા કોલી વિરુદ્ધ આઈ.પી.સી. તેમજ પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે આવી જ એક ગંભીર ઘટના બનાસકાંઠાથી ધાણેટી ગામની વાડી વિસ્તારમાં મજૂરીકામ કરી પેટિયું રડવા આવેલા પરિવાર સાથે બનવા પામી હતી. થોડા દિવસો અગાઉ જ બનાસકાંઠાના ઇડરથી મજૂરીકામ અર્થે ભુજ તાલુકાના ધાણેટી ગામે સ્થાઈ થયેલ પરિવારની સગીર કન્યાનું અપહરણ થયાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાઈ છે. સગીરાના પિતાએ જણાવ્યા મુજબ ગત તા. ૭ થી ૮ ઓગસ્ટની રાત્રી દરમ્યાન જ્યારે તેઓ સુતા હતા ત્યારે તેમની ચૌદ વર્ષીય સગીર દીકરી લાપતા બની હતી. તેમને આ બાબતની જાણ થતાં અનિલ બાબુલાલ મકવાણા નામના શખ્સને ફોન કરતા અનિલે તેમની દીકરી પોતાની સાથે હોવાનું જણાવ્યું હતું અને પોતે તેનાથી લગ્ન કરીને જ રહેશે, તમારે જે કરવું હોય તે કરી લો એવી ધમકી આપી હતી અને પોતે મયુર રાવળ નામના મિત્ર સાથે તેની કારમાં આવી સગીરાને ઉઠાવી ગયાની વાત કરી હતી. સગીરાના પિતાએ પદ્ધર પોલીસ મથકે આવી અનિલ બાબુલાલ મકવાણા, રહે. નવાપુરા તાલુકો પ્રાંતિજ અને મયુર રાવળ, રહે. પ્રાંતિજ વિરુદ્ધ પોતાની સગીર દીકરીનું લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.ત્યારે બંને ગુન્હાના આરોપીઓને ઝડપી પાડવા પદ્ધર પોલીસે ચક્રોગતિમાન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here