સર્વેક્ષણ રદ નહીં થાય તો બહિષ્કાર નક્કી:શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ રાજ્યભરના શિક્ષકોની વ્હારે.

0
60


સર્વેક્ષણ રદ નહીં થાય તો બહિષ્કાર નક્કી:શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ રાજ્યભરના શિક્ષકોની વ્હારે.

રાજ્યના પ્રાથમિક શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રૂપી પરીક્ષાના કારણે આંતરિક રોષ સાથે અપમાનજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.જેને પગલે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા પણ રાજ્યના શિક્ષકોની માંગણીને ધ્યાને લઇને રાજ્ય પરીક્ષા બોર્ડની બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રદ કરવામાં નહીં આવે તો આગામી 24 તારીખે તેનો બહિષ્કાર કરવામાં આવશે.રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી 24 તારીખે શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહાને પ્રાથમિક શિક્ષકોની પરીક્ષા લેવાનું નક્કી કરતા જ રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.રાજ્ય સરકારની તમામ કામગીરીમાં અગ્રેસર રહેતા શિક્ષકોની સજ્જતા ઉપર સવાલ ઉઠતા રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો અપમાનની લાગણી અનુભવી રહ્યા છે.જેને પગલે રાજ્યભરમાંથી વિરોધ ઉઠતા આખરે રાજ્ય શૈક્ષિક મહાસંધ દ્વારા પણ શિક્ષકોની સાથે રહેવાનો નિર્ણય કરીને સર્વેક્ષણ રદ કરવામાં નહીં આવે તો તેનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે તેની સીધી ચીમકી શિક્ષણ વિભાગને આપી હતી.આ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે એક વીડિયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે રાજ્યના 97% શિક્ષકો સર્વેક્ષણ માટે સંમત નથી.જેથી સંગઠન પણ તેઓની સાથે જ છે.તેઓના જણાવ્યા મુજબ નિયમિત રીતે આચાર્ય,બીટ કેળવણી નિરીક્ષક,એસ.આઈ,બી.આર.સી અને સી.આર.સી દ્વારા શિક્ષકોનું સર્વેક્ષણ વર્ષોથી કરવામાં આવે છે.કોઈપણ સુધારા થઈ શકે છે.ત્યારે શિક્ષક સજ્જતા સર્વેક્ષણના નામે પરીક્ષા લઈને શિક્ષકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.જેથી તે રદ કરવામાં નહીં આવે તો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેર કરતા રાજ્યભરના શિક્ષકોને સંતોષ થવા પામ્યો છે.
કચ્છ જિલ્લાના શિક્ષકોની સાથે રાજય ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા, વિભાગ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમા, જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા,મહામંત્રી રમેશભાઈ ગાગલ,સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા,જિલ્લા કોષાધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી, મહિલા મંત્રી તૃપ્તિબેન ઠાકર,મહિલા ઉપાધ્યક્ષ વર્ષા પટેલ અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી એ રાજય સંગઠનના નિર્ણયને આવકાર આપ્યો હતો તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવાયું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here