મહીસાગર જિલ્‍લો કોરોનામુકત સતત એકાવનમાં દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં.

0
52આસીફ શેખ લુણાવાડા

હાલ એક પણ દર્દી સારવાર હેઠળ નથી.

જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨૬૯૨૦ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા

લુણાવાડા :

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર ઇનચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં હાલ એક પણ દર્દી સારવાર હેઠળ નથી.

મહીસાગર જિલ્‍લામાં સતત એકાવનમાં દિવસે એકપણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્‍લો કોરોનામુકત રહ્યો છે.

મહીસાગરવાસીઓએ જેમ સતત છેલ્‍લા એકાવનમાં દિવસથી કોરોના સંક્રમણને વધતું અટકાવીને જિલ્‍લાને કોરોનામુકત બનાવવામાં જિલ્‍લા વહીવટીતંત્રને સહયોગ આપ્‍યો છે તેવો જ સહયોગ આગામી સમયમાં આપી જિલ્‍લો કોરોનામુકત રહે અને હવે જિલ્‍લો વેકિસનયુકત બને તે જોવા અપીલ કરવામાં આવી છે.

અત્યારસુધીમાં જિલ્લામાં સીઝનલફલુ / કોરોનાના કુલ ૩૨૬૯૨૦ રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here