મોરબી : “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપ રોજગારવાંચ્છુઓ માટે અનેક સુવિધાઓથી સજ્જ

0
36રોજગારવાંચ્છુઓ અને નોકરીદાતાઓનો સુભગ સમન્વય કરતી એપ્લીકેશન અને વેબ-પોર્ટલ

“રોજગાર દિવસ” ના કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા રોજગાર વિનિમય કચેરીઓની સેવાઓ માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ તા. ૦૬/૦૮/૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ છે.  રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને  રોજગારલક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home   દ્વારા ઉપલબ્ધ થયેલ છે.

ઉમેદવારો આ વેબ સાઇટ/પોર્ટલ રજીસ્ટ્રેશન કરીને  Access the Portal, Signup/Registration, Log into the Portal, View/Edit Jobseeker Profile, Search Jobs,  Jobs Applied,  My Interview, Job Preferences  વગેરે  સેવાઓ વિના મૂલ્યે મેળવી શકે છે. તેમજ નોકરીદાતાઓ  રજીસ્ટ્રેશન કરીને  Access the Portal,  Signup/Registration, Log into the Portal, Post a New Job,  Search Job Seeker, Jobs  Responses, My Schedule,  Job Preferences, View, register and participate in Job fair, Submission of ER-1, Return-85 વગેરે  સેવાઓ વિના મૂલ્યે મેળવી શકે છે.

આ વેબ સાઇટ/પોર્ટલ પર રજેસ્ટ્રેશન કરવા માટે મોરબી જિલ્લાના તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને ખાનગી એક્મો/સરકારી-અર્ધસરકારી કચેરીઓ/સ્થાનિક સ્વારાજની સંસ્થાઓ/ગ્રાંટ ઇન એઇડ સંસ્થાઓને જિલ્‍લા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ઉમેદવારોએ કે નોકરીદાતાઓએ જરૂરી દસ્તાવેજો સાથે રોજગાર વિનિમય કચેરી ખાતે ઉપસ્થિત રહેવાથી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. તેમજ વધુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨૨૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા મોરબી જિલ્‍લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here