શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક, બોગસ લેટરમાં લખ્યું છે..

0
55


શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક, બોગસ લેટરમાં લખ્યું છે..

શ્રાવણ માહિનાના પહેલાં જ દિવસે જગ વિખ્યાત સોમનાથ મંદિરમાં મોટી ચૂક સામે આવી છે. અહીં એક વ્યક્તિ મીડિયાની ઓળખ આપીને મંદિરમાં પ્રવેશી ગયો. એટલું જ નહીં આ વ્યક્તિએ કેટલાય લોકોને પોતાની સાથે લઈ જઈ VIP દર્શન પણ કરાવ્યા અને ત્યારબાદ મંદિરની બહાર પણ આવી ગયો.  આ શખ્સનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સ્થળ પર હાજર પોલીસકર્મી સાથે તેણે દાદાગીરી કરી રૌફ જમાવાની કોશિશ કરી. બોલાચાલી થતાં સ્થળ પર હાજર પોલીસકર્મીએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને મોબાઈલ લઈને મંદિરમાં પ્રવેશનારા વ્યક્તિ વિશે જાણ કરી હતી જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું.

મંદિરમાં ગેરકાયદે મોબાઈલ લઈને પ્રવેશનારા આ વ્યક્તિનું નામ ઘનશ્યામ ભટ્ટ હોવાનો દાવો કરાયો છે. મંદિરમાં પ્રવેશવા માટે આ વ્યક્તિએ ગીર સોમનાથ મીડિયા સેન્ટરના નામથી  આ વ્યક્તિ પાસે એક લેટર હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે, “અમારા ઘનશ્યામભાઈ ભટ્ટને પુરેપુરો સહકાર આપશો અને મંદિરમાં સરળતાથી પહોંચી શકે તે માટે નીતિ નિયમો મુજબ વ્યવસ્થા કરાવી આપશો.” એટલું જ નહીં આ લેટરમાં લખવામાં આવ્યું છે કે, “ઘનશ્યામભાઈ ભટ્ટને મોબાઈલ સાથે પ્રવેશ આપવો.”આ વ્યક્તિ પાસે એક લેટર પણ હતો જેમાં મંદિર સુરક્ષાના DySPની સહી છે. જો કે, બાદમાં DySPએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે આવા કોઈ મંજૂરી પત્રકમાં સહી કરી નથી ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટે કેટલાક પ્રતિબંધ સાથેના નિયમો જાહેર કર્યા છે. જેમાં ટ્રસ્ટ સાચા પત્રકારોને પણ મંદિરમાં કેમેરા સાથે પ્રવેશ નથી આપતું. પત્રકારોને માત્ર મંદિરના પૂજા-આરતીના વીડિયો મળે તેવી વ્યવસ્થા કરી દીધી છે. બીજી તરફ આવા બોગસ લેટર લઈને આવેલા લોકોને આસાનીથી પ્રવેશ મળી જાય છે. આવા કડક નિયમો હોવા છતાં સુરક્ષા કર્મીએ મીડિયા સેન્ટરના નામે લેટર લઈને આવેલા શખ્સને મંદિરમાં શા માટે પ્રવેશ આપ્યો તે મોટો પ્રશ્ન છે.

આ સમગ્ર મામલે સોમનાથ ટ્રસ્ટ અને હાજર પોલીસ અધિકારીઓને પત્રકારોએ સવાલ પૂછ્યા હતા. જો કે, ટ્રસ્ટે ગોળ-ગોળ જવાબ આપ્યા હતા અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પણ તપાસના આદેશ આપ્યા છે અને લેભાગુ તત્વ વિરૂદ્ધ કાયદાકી કાર્યવાહીની ખાતરી આપી છે.

અહેવાલ મહેન્દ્ર ટાંક ગીર સોમનાથLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here