મોડાસા હંગામી બસ સ્ટેન્ડ પરથી ૨૦,૪૦૦/ના વિદેશી દારૂ સાથે પરપ્રાંતિય મહિલા બુટલેગર ઝડપાઈ

0
42


અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
ગુજરાતમાં દારૂબંધી હોવા થી બુટલેગરો દ્વારા કોઈપણ પ્રકારે નિત નવી તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરી રહ્યા છે બુટલેગરો દ્વારા હવે વિદેશી દારૂની સપ્લાય કરવા માટે મહિલાઓ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા ના હંગામી બસ સ્ટેન્ડ પરથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગરને મોડાસા ટાઉન પોલીસ દ્વારા ઝડપી લેવાઈ છે પોલીસની તપાસમાં મહિલા જોડેથી મોંઘીદાટ વિદેશી દારૂની ૧૧ બોટલ જેની કુલ કિંમત રૂપિયા ૨૦,૪૦૦/ સાથે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ના વાઘદરી ગામની ૩૭ વર્ષીય સવિતાબેન સતિષભાઈ કાઉવાજીભાઈ ડામોર ની અટકાયત કરી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here