અવિધા ગામે પત્તાનો જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા

0
43


અવિધા ગામે પત્તાનો જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા

 

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ અવિધા ગામે પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.રાજપારડી પોલીસના જણાવ્યા મુજબ જિલ્લામાં દારુ જુગારના કેસો શોધી કાઢવા માટે જીલ્લાની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે. રાજપારડી પોલીસને બાતમી મળી હતીકે અવિધા ગામે કેટલાક ઇસમો પૈસાનો હારજીતનો જુગાર રમે છે.પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા વિનોદભાઇ શનાભાઇ વસાવા,રમેશભાઈ છોટુભાઈ વસાવા,નરેશભાઇ ગણપતભાઇ વસાવા તેમજ સુરેશભાઇ રણછોડભાઈ વસાવા તમામ રહે.ગામ અવિધા,તા.ઝઘડીયાના ટોળુ વળીને જુગાર રમતા જણાયા હતા.પોલીસે આ ચાર જુગારીયાઓને ઝડપી લઇને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ મળીને કુલ રુ.૧૨૨૩૦ નો મુદ્દામાલ કબજે લઇને તેમની વિરુધ્ધ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

ઈરફાન ખત્રી

રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here