મહિસાગર જિલ્લાના પાલ્લા ગામે થયેલ પતિ-પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો

0
18


લુણાવાડાના પાલ્લા ગામે થયેલ ત્રિભુવન પંચાલ અને તેમની પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો.

સંતરામપુર:: અમિન કોઠારી

 

સતત પાંચ દિવસ લુણાવાડા પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી ત્રિભુવનદાસ પંચાલના મર્ડરના ગુનેગારને મહિસાગર જિલ્લા પોલીસે ગઈકાલ રાત્રે ઝડપી પાડેલ છે

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર 4 તારીખના રોજ ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્નીની હત્યા નાંa સમાચારો વાયુવેગે પ્રસરી જતાં મહિસાગર જિલ્લા પોલીસ અને તમામ વહીવટી તંત્ર ગોલાના પાલ્લા ગામે પહોંચી ગયું હતું અને ખૂબ જ ઝીણવટ ભરી રીતે આરોપીને શોધવાના ચક્રોગતિમાન કર્યા હતા શકમંદોની તપાસ કરતા અને પૂછતાછ કરતા ત્રિભુવનદાસ પંચાલ પાસેથી તેજ ગામના અને ત્રિભુવનદાસ પંચાલ ના પાછળના ભાગના ફળિયામાં રહેતા ભીખાભાઇ પટેલ નામના વ્યક્તિ પાસે મરણ જનાર ત્રિભુવનદાસ પંચાલના ઓએ ફોન કરી અને ઉઘરાણીના પૈસા માંગતા અને કડક શબ્દોમાં બોલતા તેમજ ગાળા ગાલી કરી હોવાનું આરોપીએ જણાવેલ અને આરોપીને લાગી આવતા આરોપી ભીખાભાઈ પટેલે તેના ઘરમાં રહેલ લોખંડના હાથ વાળું પાળીયું લઈ જઈ ત્રિભુવનદાસ ના ઘરે જઈ અને છળકપટથી તેમના માથામાં પાછળ નાં ભાગે ત્રણ ચાર ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ સમયગાળા દરમિયાન અવાજ થતાં ત્રિભુવનદાસ ના પત્ની બહાર જોવા માટે આવી જતા અને પોતાની ઓળખ ખબર પડી જશે તેની બીકે ભીખાભાઇ પટેલ નામના આરોપીએ ત્રિભુવનદાસ ના પત્નીને પણ ઉપરાછાપરી પાળીયા નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી તેમના ઘરમાં રહેલો મોબાઈલ ફોન પણ લઈ જઈને મરણ જનારના ઘરમાં ફોન મૂકી દઈને બન્ને પતિ પત્ની ની હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લેતાં મહિસાગર જિલ્લા પોલીસે ભીખાભાઈ પટેલની ધરપકડ કરી ઈપીકો કલમ 302 અને જી.પી.એક્ટ 135 ની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here