સેલિબ્રિટી ન્યુમરોલોજિસ્ટ, નક્ષત્ર હિલર અને ફેશન ડિરેકટર ના ત્રિવેણી સંગમ:- મોનીસા મોહીનાની

0
48



 

અમદાવાદ માં રહેતા મોનિસા મોહીનાની એક એવું વ્યક્તિત્વ ધરાવે છે કે જે અલગ અલગ કુશળતા ધરાવતા કાર્ય કરે છે,


જેમના દાદા અને માતાજી સફળ જ્યોતિષ શાસ્ત્ર ના જાણકાર હતા અને તેમની દરેક શક્તિઓ તેમણે મોનિસા ને આશીર્વાદ સ્વરૂપે આપી છે.

હાલ માં જ્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ સમય માં સામાન્ય માણસ થી માંડી ને મહાનુભાવો પણ મૂંઝવણ માં આવી ગયા હતા તેવા સમય માં મોનિસા દ્વારા ઘણા લોકો ને તેમના નક્ષત્રો ના શાસ્ત્ર મુજબ ની માહિતી આપી ને મન થી શુદ્ધ થવા ના પ્રયત્ન કર્યા હતા.

ગુજરાત ના જાણીતા નામી અનામી મહાનુભાવો ને મોનિસા દ્વારા નક્ષત્ર હિલિંગ અને તેમના નંબર દ્વારા તેમના જીવનમાં થતી હિલચાલ અને ફાયદા કઈ રીતે પહોંચાડી શકે તે જણાવી રહ્યા છે.

આ ઉપરાંત તેઓ ફેશન ની દુનિયામાં પણ જાણીતું નામ ધરાવે છે. તેઓ મિસિસ ઇન્ડિયા ની સ્પર્ધામાં વિજેતા રહ્યા છે અને જુદા જુદા ઘણા બધા ફેશન શૉ માં સેલિબ્રિટી જજ તરીકે સેવા આપી ચુક્યા છે અને ઘણા બધા શૉ ને તેઓ ડિરેક્ટ કરી ચુક્યા છે.

કોઈપણ ફેશન ઇવેન્ટ માં ડિરેકટર નું ખૂબ આગવું મહત્વ રહેલું હોય છે અને શૉ ની સફળતા તેના પર થી જ નક્કી થાય છે તેવા સફળ કાર્યક્રમો ને મોનિસા દ્વારા ડિરેક્ટ કરવામાં આવે છે.

આગામી 14 ઓગસ્ટ ના દિવસે મુંબઈ ખાતે યોજાનાર એક પેજન્ટ ફેશન શૉ ને તેઓ ડિરેક્ટ કરી રહ્યા છે અને સાથે જ પુરા ભારત માંથી આવેલા સ્પર્ધકો ને તેઓ ગૃમિંગ સેશન પણ આપશે અને તેમની સલાહ દ્વારા સ્પર્ધકો ને ફેશન સાથે જ તેમના ભવિષ્ય ના પસંદીદા ક્ષેત્ર માં આગળ વધવાની પ્રેરણા આપશે.

મોનિસા મોહીનાની ખૂબ જલ્દી થી પોતાની નવી કંપની “તોહ્યા” પણ લોન્ચ કરી રહ્યા છે અને જે કંપની દ્વારા તેઓ ગુજરાત ના ખૂણે ખૂણે પ્રવાસ કરી ને લોકો ને ન્યુમરોલોજિસ્ટ અને નક્ષત્ર હિલિંગ વિશે સમજણ આપી ને ભવિષ્ય ના કાર્ય વિશે ની માહિતી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here