ડાંગ જિલ્લાના નોંધાયેલા ખાનગી તબીબોની ક્ષય રોગ વિષયક તાલીમ યોજાઈ

0
45ડાંગ:- મદન વૈષ્ણવ

‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ મા પ્રાઇવેટ પ્રેકટીશનરોના સહયોગ માટે કરાઈ અપીલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ ને સાકાર કરવા માટે ડાંગ જિલ્લાના તમામ ખાનગી તબીબોને સહયોગી થવાની હાંકલ કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, ક્ષય જેવા ગંભીર રોગને દેશવટો આપવા માટે જિલ્લામા નોંધાયેલા તમામ ખાનગી તબીબો આ બાબતે સંવેદનશીલતા કેળવે તેમ જણાવ્યુ હતુ.

ક્ષયના દર્દીઓના નિદાન તથા સારવાર અંગેની તમામ વિગતો, જાણકારી સરકારશ્રીની સુચના મુજબ નિયત નમુનામા તૈયાર કરી આરોગ્ય વિભાગને રજુ કરવાની સુચના આપતા શ્રી ગામીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ ની વિસ્તૃત જાણકારી આપી હતી.

જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.ભાર્ગવ દવે, આર.સી.એચ.ઓ.શ્રી ડો.સંજય શાહ, સિવિલ હોસ્પીટલના તબીબ અને એમ.ઓ.ટી.સી. શ્રી ડો.રીતેશ બ્રહ્મભટ્ટ, ડો.ધનસુખ ગામીત વિગેરેએ જિલ્લાના ખાનગી પ્રેકટીશનરોને ટીબીના દર્દીઓને શોધી, તેમની યોગ્ય નોંધણી કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, આરોગ્ય મંત્રાલયના પ્રયાસોમા યોગદાન આપવાની અપીલ કરી હતી.

આહવાની જનરલ હોસ્પીટલના મિટિંગ હોલ ખાતે તાજેતરમા આયોજિત કરાયેલી આ તાલીમ દરમિયાન જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જાન્યુઆરી થી જુન ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા, સુબીર, અને વઘઈ તાલુકાના નિયત ૨૦૫ દર્દીઓના લક્ષ્યાંક સામે, ૧૦૫ દર્દીઓને શોધીને તેમનુ નિદાન કરવામા આવી રહ્યુ હોવાનુ જણાવાયુ હતુ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here