ઘોઘંબામાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
20પંચમહાલ.

રિપોર્ટર. કાદિરદાઢી

આદિવાસીઓ ભારત ભૂમિના મૂળ નિવાસી છે. જળ, જંગલ અને જમીનનું આદિવાસીઓ રક્ષણ કરે છે,જતન કરે છે પૂજા કરે છે: ભરત રાઠવા (ઝોન યુવા પ્રમુખ, આમ આદમી પાર્ટી).

● આદિવાસી હોવું એ ગૌરવ છે. ભારતના ઇતિહાસમાં, આઝાદીની લડતમાં આદિવાસીઓના સંસ્કાર, સંસ્કૃતિ, વિરતા અને બલિદાનના પ્રસંગો જોવા મળે છે: પ્રવિણભાઈ રાઠવા,જિલ્લા મહામંત્રી, આમ આદમી પાર્ટી.

● આદિવાસી સમાજ આ દેશની સૌથી મોટી તાકાત અને ગૌરવ છે. ઇમાનદારી અને પ્રમાણિકતા ભર્યું જીવન છે. સંસ્કાર અને સંસ્કૃતિ તેમની ઓળખ છે: દિનેશ બારીઆ, જિલ્લા પ્રમુખ.

નવ ઓગષ્ટ વિશ્વભરમાં આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ઘોઘંબામાં તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. તેમાં ઘોઘંબા તાલુકાના છેવાડાના ગામોમાંથી બે હજાર જેટલી સંખ્યામાં આદિવાસીઓ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો.સમાજના આગેવાનનો દ્રારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાંસ્કૃતીક કાર્યક્રમ ઢોલ, શરણાઇ વગાડીને નાચ ગાન કર્યુ. અને પંચમહાલ જિલ્લાના શ્રેષ્ઠ અને સફળ આદિવાસી કલાકાર પારુલ રાઠવા અને જગદિશ રાઠવાએ આદિવાસી સંસ્કૃતીના ગીતો ગવડાવી મોજ કરાવી હતી. તમામ આગેવાનનુ પુષ્પગુછથી સ્વાગત ભરતભાઈ રાઠવાએ કર્યુ હતું તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યુ. અને જણાવ્યું હતુ કે, આદિવાસીઓ પર અન્યાય થઈ રહ્યો છે, આદિવાસીને વિકાસ માટે પુરતી ગ્રાન્ટ નથી મળતી અને સરકાર અનેક મુદે અન્યાય કરે છે તે બાબતે આવનારા સમયમાં રજૂઆત કરવામા આવશે તેમ જણાવ્યુ હતું અને ભારત ભૂમિના મૂળ નિવાસી આદિવાસી છે તેઓ જળ જંગલ અને જમીનનું રક્ષણ અને જતન કરે છે એવું જણાવ્યું હતું.આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આદિવાસીઓનો ખુબ મોટો ફાળો છે, આઝાદીની લડતમાં આદિવાસીઓએ જોરદાર લડત આપી છે, શહીદ પણ થયા છે એમ કહી રાજગઢ પરગણાના ઇતિહાસને જણાવતા કહ્યું હતું કે આજે રુપસિગ નાયક, જોરીયા પરમેશ્વર અને જાંબુઘોડા તાલુકાના નિઝરણ દિલ ગામના ભયજી જોરા બારીયાને યાદ કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આદિવાસીઓના સંસ્કાર, સંસ્કૃતિ અને માનવતાના અને આઝાદીના ઇતિહાસમાં શૌર્ય, વિરતા અને બલિદાનના પ્રસંગો જોવા મળે છે એમ કહ્યું હતું. તેમજ પેસા એક્ટની પણ માહિતી આપી હતી.આદિવાસી દિવસની શુભેચ્છા આપવા આવેલા પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌને શુભેચ્છા આપી હતી અને ટુંકુ વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ આ દેશની સૌથી મોટી તાકાત અને ગૌરવ છે. તેઓની પ્રમાણિકતા અને ઇમાનદારી ભર્યું જીવન અન્યને પ્રેરણા આપનારું છે. તેમ કહીં પોતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ભણાવી સાતસો થી વધારે વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ સ્કૂલની સ્પાર્ધાત્મક પ્રવેશ પરિક્ષા પાસ કરવામાં સફળ બનાવ્યાં છે તેનો આજે આનંદ છે તેમ કહ્યું હતું.આમ આદમી પાર્ટીના જિલ્લા એસટી સમિતિના મહામંત્રી નાનસીગભાઈ, તાલુકા મહામંત્રી રાજેશ રાઠવા ,ગજાપુરા માજી સરપંચ અને તાલુકા ઉપપ્રમુખ પ્રતાપ રાઠવા, અર્જુનભાઈ રાઠવા, સંપતભાઈ રાઠવા, તાલુકા યુવા મહામંત્રી પંકજભાઈ રાઠવા તેમજ સામાજિક અને અન્ય રાજકીય પક્ષોના આગેવાનો
બોરીયા માજી સરપંચ વલસીગભાઈ, કોંગ્રેસના રાજકીય આગેવાન ગુલસીગ રાઠવા, પાલ્લા સરપંચ નગીનભાઈ રાઠવા, દાઉદ્રા સરપંચ ભારતભાઈ રાઠવા, રાકેશભાઈ રાઠવા, મગનભાઈ રાઠવા, આદિવાસી કલાકાર જગદીશ રાઠવા , પારુલ રાઠવા , ભીમાભાઈ રાઠવા, ભાવેશ રાઠવા, કનુભાઈ રાઠવા બોર,ગોપાલભાઈ મહારાજ કાંટુ તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અને તેમા પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં હાજર રહીને સહકાર આપ્યો હતો.પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત લીઘી હતી જેમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ સહિત સંગઠન મંત્રી દર્શન વ્યાસ, ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, તેમજ સહ મંત્રી કૃણાલ ચૌહાણ, ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, ઉપ પ્રમુખ જગદીશભાઈ પરમાર, યુવા સહમંત્રી ધર્મેશભાઈ પરમાર, કિસાન સમિતિના સભ્ય જગદીશભાઈ બારીઆ, શહેરા તાલુકા યુવા પ્રમુખ મહેશભાઇ બારીઆ સહિત અનેક કાર્યકરોએ હાજરી આપી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here