મોડાસા ટીંટોઈ ગામે રનીંગ એકેડમી દ્વારા ૧૬૦૦ મીટર દોડ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

0
23


અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે છેલ્લા કેટલાય સમયથી ટીંટોઈ ના વતની અને એક્સ સી.આઇ.એસ.એફ ઓફિસર ખેમાભાઈ મોરી દ્વારા ટીંટોઈ તથા આજુબાજુના યુવાનોને આર્મી તથા પોલીસમાં ભરતી થઈ પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા નિશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે….
જે અન્વયે મોડાસા જી: અરવલ્લીના ટીંટોઈ ખાતે રનીંગ એકેડેમીના ખેમાંભાઈ મોરી,દિનકર પ્રણામી,મુકુંદ વાઘેલા ધ્વારા ગોર ગ્રાઉન્ડમાં તારીખ:૧૧/૦૮/૨૦૨૧ ના રોજ સવારે સમય ૭ વાગે ૧૬૦૦ મીટર દોડ ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા અરવલ્લી જિલ્લાના ૭૦ થી વધુ યુવાનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબરે આવનાર ચૌહાણ કિશન ને રૂપિયા ૨૫૦૦ ના સ્પોર્ટ બુટ અને મેડલ ટીટોઈ આમ આદમી પાર્ટી ના તાલુકા પંચાયત ડેલિકેટ રાહુલભાઇ સોલંકીના વરદ હસ્તે ઈનામ આપવામાં આવ્યું હતું અને બીજા નંબરે આવનાર ચૌહાણ ધવલ સિંહ ને ટીટોઈ ગામના ઉપસરપંચ શ્રી પ્રદીપભાઈ પટેલ ધ્વારા મેડલ તથા ૧૫૦૦ રૂ ટ્રેક શૂટ અને ત્રીજા નંબરે આવનાર ચૌહાણ વિજય સિંહ ને ટીટોઈ ગામના સી.આઈ.એસ.એફ એક્સ ઓફિસર દ્વારા ૧૦૦૦ રૂ ટ્રેક સુટ તથા મેડલ આપવામાં આવ્યો હતો યુવાનો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરી તેમનું મનોબળ વધારવા આવી સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેથી યુવાનો આર્મી પેરામિલેટ્રી ફોર્સ તથા પોલીસ માં જોડાઈ પોતાના સમાજ તથા દેશની સુરક્ષા મા જોડતા રહે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here