ડાંગ જિલ્લામાં ધોરણ10 ની માસ પ્રમોશન પ્રણાલી બની માથાનો દુઃખાવો ધોરણ11નાં 654 વિધાર્થીઓ અટવાયા

0
44






ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ. સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની.

ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે…

પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કર્યું છે.તેવામાં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની પરીક્ષા માટે કુલ 3909 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન જાહેર કરતા ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં તમામ 3909 જેટલા વિદ્યાર્થીઓને પાસ થયા છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દીધુ છે.પરંતુ ડાંગ જિલ્લામાં ધોરણ 11નાં વર્ગોની ઘટ પડતા વિદ્યાર્થીઓ અટવાય જવા પામ્યા છે.

ડાંગ જિલ્લા શિક્ષણણાધિકારી  કચરી પાસેથી મળતી વિગતો મુજબ ડાંગ જિલ્લામાં ધોરણ-11ની સામાન્ય પ્રવાહની કુલ 26 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 37 વર્ગો ચાલે છે.જે 37 વર્ગોમાં 75 વિદ્યાર્થીઓનાં લેખે કુલ 2640 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તથા જિલ્લામાં ધોરણ 11  વિજ્ઞાન પ્રવાહની 10 શાળાઓમાં 10 વર્ગો ચાલે છે.જેમાં 615 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.તેવામાં ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડનાં માસ પ્રમોશનમાં 3909 વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે.જેમાંથી ધોરણ 11માં 3255 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો છે. જ્યારે જિલ્લામાં ધોરણ 11નાં 09 જેટલા વર્ગોની ઘટ નોંધાતા હાલમાં 654 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બન્યા છે.ડાંગ જિલ્લામાં ધોરણ 11નાં વર્ગોનાં અભાવે પ્રવેશથી વંચિત ગરીબ વિદ્યાર્થીઓ રોજેરોજ પ્રવેશ મેળવવા માટે ધરમનાં ધખા ખાઈ રહયા છે.સાથે તેઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.જેથી આદિવાસી બાળકોનાં હિત માટે વનબંધુ કલ્યાણનાં વિકાસની વાતો કરતુ ભાજપા સરકાર આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બની ગયુ છે.. બોક્ષ:-(1)ડાંગ જિલ્લામાં અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થયેલ આદિજાતિની એકલવ્ય શાળાઓમાં ધોરણ-11નાં વર્ગોમાં માત્ર 30 વિદ્યાર્થીઓની સંખ્યા… ગુજરાત સરકારનાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાઓ મળી રહે તે માટે કુલ 08 જેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્સયલ શાળાઓને શરૂ કરવામાં આવી છે.પરંતુ ડાંગની આ અતિ આધુનિક અને સુવિધા સભર શાળાઓમાં ધોરણ 11નાં માત્ર 4 જેટલા વર્ગોમાં 30 લેખે 120 બાળકોને જ પ્રવેશ અપાયો છે.ડાંગ જિલ્લાની સરકારી અને અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-11માં એક વર્ગમાં 75 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.જ્યારે વનબાંધવોનાં બાળકો માટે નિર્માણ કરાયેલ એકલવ્ય શાળાઓમાં હાલમાં એક વર્ગમાં માત્ર 30 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.હાલમાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી બાળકો માટે નિર્માણ કરાયેલ એકલવ્ય શાળાઓમાં સ્થાનિક ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકો જ પ્રવેશથી વંચિત રહી જતા વનબાંધવોનો ગતિશીલ શિક્ષણનો વિકાસ નિર્થક સાબિત થવા પામ્યો છે..



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here