હાલોલ:મહોરમ પર્વને લઈ હાલોલ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

0
70


પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

મુસ્લિમોના પાવનપર્વ મોહરમનો આરંભ થઈ ચૂક્યો છે જેમાં મોહરમ પ્રવે ઉજવાતા તાજીયા મોહરમને લઈ હાલોલ ટાઉન પોલીસ મથકે આજરોજ પોલીસ મથકના પીઆઈ ડાભી સાહેબની અધ્યક્ષતામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મહોરમ પર્વને અનુલક્ષીને નગરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોમી ભાઈચારાનો અને એખલાસ ભર્યા વાતાવરણમાં સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવેલ કોરોના ગાઇડલાઈન પ્રમાણે મોહરમ પર્વની ઉજવણી થાય તે હેતુથી ચર્ચા-વિચારણા કરી પીઆઇ ડાભી સાહેબે માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા જેમાં મુસ્લિમ અગ્રણીઓએ સંપૂર્ણ શાંતિ પૂર્વક કોરોના ગાઇડલાઈન ના તમામ નીતિ નિયમોનું પાલન કરી મોહરમ પર્વ ઊજવવાની બાંહેધરી આપી સમગ્ર મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી સૂચનોની આપ-લે કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here