ઇસરી તેમજ મેઘરજ મુકામે આમ આદમી પાર્ટીનો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાયો 

0
48


 

અહેવાલ :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ઇસરી તેમજ મેઘરજ મુકામે આમ આદમી પાર્ટીનો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાયો

ઇસરી ગામે ચાલીસ થી વધુ કાર્યકર્તાઓ એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો આગામી દિવસોમાં હજુ વધુ આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાવાના સ્પષ્ટ સંકેત

અરવલ્લી જિલ્લામાં હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરી રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી માં દિગ્ગજ આગેવાન ઈશુદાન ગઢવી, ગુજરાત ખેડૂત એકતા મંચ ના આગેવાન સાગર રબારી, લોકગાયક એવા વિજય સુવાડા સહીત અનેક જોડાયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પોતાનું કમાન મજબૂત બનાવી ગુજરાત માં પગપેસારો કરી ચુકી છે જેવા હવે આગામી ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી માટે ભારે પડી શકે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ હવે શેહેરના ગામડામાં તેમજ શહેરમાં કોરોના સમયે મૃત્યુ પામેલા પરિવાર સાથે સીધો જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા મેઘરજ અને ઇસરી ગામે કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં આમ આદમી પાર્ટી હવે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે ઇસરી ગામે જ્યાં કેટલાય સમય થી ભાજપા પાર્ટી નું પ્રભુત્વ સેવાઈ રહ્યું છે પરંતુ હવે અહીં ભાજપા પાર્ટી ના અસન્તોષ ને કારણે હવે ઇસરી પંથક માં લોકો આમ આદમી પાર્ટીમાં જોડવા લાગ્યા છે જેમાં આજે ઇસરી ગામે જન સંવેદના કાર્યક્રમ યોજાયો ત્યારે ઇસરી ગામના ચાલીસ જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ઉપરાંત મેઘરજ મુકામે પણ પચાસ થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે હવે આમ આદમી પાર્ટી પોતાના પક્ષનું પ્રભુત્વ ધીરે ધીરે મજબૂત કરી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here