ગઇકાલે કોજાચોરા ગામની સીમમાં કરેલ મર્ડરના આરોપીને બાતમી આધારે નાના આસંબીયા – પુનડી ગામની સીમમાંથી ગણતરીના કલાકોમાં પકડી પાડતી માંડવી પોલીસ.

0
30


રમેશ મહેશ્વરી દ્વારા

વાત્સલ્યમ્ સમાચાર માંડવી કચ્છ :- તા .૦૯ / ૦૮ ૨૦૨૧ ના માંડવી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં .૧૧૨૦૫૦૩૧૨૧૦૯૧૯૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુના કામેના આરોપીને સત્વરે શોધવા માંડવી પો.સ્ટે,ના ઇન્ચાર્જ,પો.ઈન્સ,આર.સી.ગોહિલ નાઓ ઉપરોકત ગુનાની તપાસમાં હતા ત્યારે સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. દેવરાજભાઇ કરશનભાઇ ગઢવી તથા આસંબીયા ઓ.પી.ના પો.હેડ કોન્સ.વિપુલભાઈ અરજણભાઇ પરમાર નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, કોજાચોરા ગામના બકરાં ચરાવતા માણસ ની હત્યા કરનાર આરોપી પોતાની લાલ કલરની બાઇકથી નાના આસંબીયા – પુનડી ગામની સીમમાં ફરે છે તેવી બાતમી હકીકત મળતા.પોલીસ ઇન્સપેકટર આર.સી.ગોહિલ બંન્ને ગામની સીમમાંથી બહાર નીકળવાના રસ્તાઓથી માહીતગાર થઇ તમામ રસ્તાઓ ઉપર અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરતા આરોપી મળી આવતા તે આરોપી રાજમામદ રહેમતુલ્લા સુમરા (ઉ.વ.૩૦) રહે. હાલે કોજાચોરા તા.માંડવી – કચ્છ મુળ રહે,કકર તા.ભુજ

રાઉન્ડ અપ કરી માંડવી પો.સ્ટે,આગળની વધુ કાર્યવાહી માટે લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.ઉપરોકત કામગીરીમાં ઇન્ચાર્જ, પીઆઈ,આર.સી.ગોહિલ તથા પો.હેડ કોન્સ . દેવરાજભાઇ કરશનભાઇ ગઢવી તથા પો.હેડ કોન્સ . વિપુલભાઇ અરજણભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ . સંજયકુમાર માનસુંગભાઇ તથા પો.કોન્સ . નવિન શાંતીલાલ તથા પો.કોન્સ . દેવાભાઇ માદેવભાઇ તથા પો.કોન્સ . ધર્મેન્દ્રસિંહ સ્વરૂપસિંહ સોઢા નાઓએ સફળ કામગીરી કરેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here