દાહોદ શહેરમાં આવેલ ગોધરા રોડ ખાતે મહાકાળી મંદિરના પ્રાગંણને ટ્રસ્ટીઓ દ્વારા વેચવામાં આવનાર હોવાના આક્ષેપો

0
31


રિપોર્ટર. અજય.સાંસી

  1. દાહોદ શહેરમાં આવેલ ગોધરા રોડ ખાતે મહાકાળી મંદિરના પ્રાગંણને ટ્રસ્ટીઓ દ્વારા વેચવામાં આવનાર હોવાના આક્ષેપો સાથે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ સહિત સ્થાનીક લોકો દ્વારા આ મામલાનો ભારે વિરોધ દર્શાવ્યો હતો. વર્ષાેથી આ મંદિર તેમજ પટાંગણમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતાં આવ્યાં છે અને જાે આ મંદિરના પટાંગણને વેચી દેવામાં આવશે તો ધાર્મિક કાર્યક્રમો અને લોકોની લાગણી દુભાય તેમ જણાવી ભારે વિરોધ દર્શાવ્યો હતો.

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ મહાકાળી માતા મંદિરની જમીન રે.સર્વે નંબર ૧૪૯/અ બે એકર ૧૫ વિઘા જમીનને વેચાણ હેતુ ટ્રસ્ટીઓ દ્વારા પુર્વ અનુમતિ મેળવવાની આશયને પગલે આ મામલોના વિશ્વ હિન્દુ પરિષદ સહિત સ્થાનીક લોકો દ્વારા આજે ભારે વિરોદ દર્શાવ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, મહાકાળી મંદિર પ્રાચીન મંદિરોમાંથી એક છે, વર્ષાેથી આ મંદિરમાં લોકોની ધાર્મિક આસ્થા પણ જાેડાયેલ છે. મહાકાળી માતાના મંદિર સિવાય પણ આ અનેક દેવી, દેવતાઓની પ્રતિમાઓ આવેલ છે અને પ્રતિમાઓને પ્રતિષ્ઠીત કરવામાં આવેલ છે. આ મંદિરે દરરોજ અને વાર, તહેવારે તેમજ ધાર્મિક દિવસો દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા તેમજ પુજા, પાઠ કરવા આવતા હોય છે. આ મંદિર ખાતે હિન્દુઓના અનેક તહેવારો ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રીનું આયોજન આ મંદિરના પટાંગણમાં ખુબજ હર્ષાેઉલ્લા અને ધામધુમથી ઉજવાય છે. દાહોદ શહેરનું પ્રમુખ ગરબા સ્થળ પણ છે. પુજાની સાથે સાથે રમત અને અન્ય હેતુ માટે પણ લોકો આવતાં હોય છે. પાર્કિંગ માટે પણ આ જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંદિર પ્રાચીન હોવાને કારણે અહીં અનુષ્ઠાન, યજ્ઞ, સુન્દર કાંડ, કથા તેમજ ભંડારા જેવા અનેક કાર્યક્રમો પણ યોજાય છે. જાણવા મળ્યાં અનુસાર, ૩૦ વર્ષાેથી મહાકાળી મંદિરના પટાંગણમાં બદ્રીપ્રસાદ રામમુરત દુબે દ્વારા સતત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here