સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવી

0
39


વિકસતી જાતિ કલ્યાણ ખાતું (ગુ.રા) ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ) રફાળેશ્વર મોરબીમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ચાલુ છે. આ છાત્રાલયમાં ધો.૧૧-૧૨, કોલેજ ક્ક્ષાના, એન્જીનિયરીંગ (ડિગ્રી-ડીપ્લોમાના) તેમજ ઉચ્ચ અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગોના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. સરકારશ્રી એ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૧/૦૮/૨૦૨૧ કરવામાં આવેલ હોય, વિદ્યાર્થીઓને છાત્રાલય સુવિધાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે તા.૩૧/૦૮/૨૦૨૧ સુધીમાં esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) આર.આર.શાહની યાદીમાં જણાવાયું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here