ડાંગ:આહવા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર ન મળતાં રોષે ભરાઈ વિરોધ નોંધાવ્યો

0
109ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની એકમાત્ર આધુનિક સિવિલ જનરલ હોસ્પીટલમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવાતા રોષે ભરાયેલ કર્મીઓએ કામ બંધ કરતા દોડધામ મચી ગઈ હતી.આખરે અધિકારીઓ સાથે આદિજાતી નિગમનાં ડિરેકટર અને સામાજિક ન્યાય સમિતીનાં ચેરમેન દ્વારા મધ્યસ્થી બની બેઠક કરી સાંજ સુધીમાં પગાર ચુકવી આપવાની બાંહેધરી લઈ કર્મચારીઓને સમજાવતા તમામ કર્મચારીઓ કામ પર જોડાયા હતા….

<span;>પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ જનરલ સિવિલ હોસ્પીટલમાં વિશ્વકર્મા નામની એજન્સી કોન્ટ્રાક્ટ બેઝનાં આધારે વિવિધ કર્મચારી પુરા પાડે છે.આ વિશ્વકર્મા એજન્સીમાં ડાંગનાં સ્થાનીક ડ્રાયવર,વોર્ડબોય,નર્સ,સ્વીપર,પટાવાળા,કલાર્ક જેવા વિવિધ કર્મચારીઓ કોન્ટ્રાકટ બેઝમાં કામ કરે છે.આ હંગામી કર્મચારીઓને એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો ન હતો.જે બાબતે કર્મચારીઓએ વારંવાર ફરીયાદ કરી હતી.તેમ છતાંય આ એજન્સીનો કોન્ટ્રાકટર પગાર ચુકવતો ન હતો.જેથી રોષે ભરાયેલા હંગામી કર્મચારીઓએ આજરોજ સવારથી જ સિવિલ હોસ્પિટલમાં કામ બંધ કરી દીધુ હતુ.અને આહવા સિવિલ હોસ્પિટલનાં આર.એમ.ઓ ઓફિસ બહાર બેસી એજન્સી સામે વિરોધ નોંધાવ્યો હતો.અહી હંગામી કર્મીઓએ સમસ્યાનાં ઉકેલ બાબતે ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈ ચૌર્યા અને આહવા તાલુકા પચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન દીપકભાઈ પિંપળેને જાણ કરતા આ બન્ને નેતાઓ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.અને હંગામી કર્મચારીઓની વ્યથા સાંભળી તેઓએ તાત્કાલિક  સિવિલ હોસ્પિટલનાં આર.એમ.ઓને ફરીયાદ કરી આ કર્મચારીઓનાં પ્રશ્નનું નિરાકારણ કરવા જણાવ્યુ હતુ.બાદમાં આહવા સિવિલ હોસ્પિટલનાં આરએમઓ એ સાંજ સુધીમાં તમામ કર્મચારીઓનાં પગાર ખાતામાં જમા થશે તેવી બાંહેધરી આપતા તમામ કર્મીઓ ફરીથી કામમાં જોડાઈ ગયા હતા…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here