ડાંગ: “કૌટુંબિક હિંસા”અંગે વઘઇ કૃષિ મહાવિદ્યાલય ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો

0
26ડાંગ:- મદન વૈષ્ણવ

કૃષિ મહાવિદ્યાલય,વઘઇ ખાતે” કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫” અંતર્ગત એક દિવસીય જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યું

કૃષિ મહાવિદ્યાલય વઘઇ અને જિલ્લા મહિલા અને બાલ અધિકારીની કચેરી આહવા ડાંગ દ્વારા ” કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય વિષય પર એક દિવસીય જાગૃતિ સેમિનારનું આયોજન કૃષિ મહાવિદ્યાલય વઘઇ ખાતે તા. ૧૧/૮/૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યું હતું આ તકે ડો. જે.જે. પસ્તાગીયા,આચાર્ય કૃષિ વિધાલય.
પ્રો. હિરેન ઢોલરીયા, પ્રોગ્રામ ઓફિસર(NSS)
એસ.ડી. સોરઠીયા, દહેજ પ્રતિબંધક અધિકારી આહવા, દીપિકાબેન ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન કાઉન્સેલર, જ્યોતિબેન એમ.એસ.કે.કલ્યાણ અધિકારી આહવા,રેખાબેન સખી વન સ્ટોપ સેન્ટર આહવા,સંગીતાબેન પી.બી.એસ.સી.સેન્ટર આહવા, જસ્માબેન વી.એમ.કે.વઘઇ,મંગળાબેન કુટુંબ સલાહકેન્દ્ર વઘઇ, કપિલાબેન નારી અદાલત વઘઇ દ્વારા મહિલાઓને જાગૃત કરવા તેમજ સરકાર દ્વારા ચાલતી યોજનાઓથી થતા લાભ અને કાયદાકીય માર્ગદર્શન અંગે માહિતગાર કર્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે એચ.પી.ઢોલરીયા પ્રોગ્રામ ઓફીસર NSS તેમજ શ્રીમતી હેમાબેન નાયકા, હિસાબનીશ મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ,બધા વિભાગને સંલગ્ન રાખીને  કાર્યક્રમને સફળ બનાવી મહિલાઓને મુશ્કેલી માંથી બાહર આવવા અનુરોધ કર્યો હતો ડાંગ જિલ્લામાંથી આશરે ૧૨૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here