ડાંગ:નાંદનપેડા પ્રાથમિક શાળાની શિક્ષિકાઓએ કર્યું વાલીઓ સાથે અસભ્યતાભર્યું વર્તન

0
31


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ નાંદનપેડા ગામની ગુજરાતી પ્રાથમિક શાળાની શિક્ષકાઓએ વાલીઓ સાથે અસભ્યતાભર્યું વર્તન કરતા વાલીઓએ પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત પદાધિકારીઓને અરજ ગુજારી કાર્યવાહી કરવાની માંગ કરતા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે..

<span;>પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા  સંચાલિત નાંદનપેડા ગામની ગુજરાતી પ્રાથમિક શાળામાં વાલી સમિતિની મિટીંગ રાખવામાં આવી હતી.જેમાં શાળાનાં શિક્ષકો અને વાલીઓ હાજર રહયા હતા.જેમાં વાલીઓ શિક્ષકોને શાળામાં શિક્ષણ બાબત તેમજ શાળાનાં સમય બાબતે તથા અન્ય મુદાઓ અંગે ચર્ચાઓ કરી હતી.જેમાં ધોરણ-1,3,4 અને 5નાં શિક્ષિકા નામે ઊર્મિલાબેન,અરૂણાબેન,વૈશાલીબેન આ ત્રણેય શિક્ષિકાઓને વાલીઓ દ્વારા સમય અને શૈક્ષણિક કાર્ય અંગેની વિવિધ ચર્ચાઓ કરી હતી.પરંતુ વાલીઓની વિવિધ રજુઆતોને ધ્યાને લીધા વિના આ શિક્ષિકાઓએ ધર્મનો લઈ અસભ્યભર્યું વર્તન કરેલ હતુ.આ વાલીઓને શિક્ષિકાઓ દ્રારા જણાવ્યુ હતુ કે તમો અમારી શિક્ષણ બાબતેની કોઈપણ ફરીયાદ કરશો તો અમો પણ તમારા બાળકો સાથે અંગત અદાવત રાખીશુ તથા વાલીઓને ધમકી આપેલ કે તમે ગમે તે અધિકારી કે રાજકારણીઓને ફરીયાદ કરશો તો પણ અમારી સામે કોઈ કાર્યવાહી થશે નહી તેમ જણાવ્યુ હતુ.જેથી આહવા તાલુકાનાં નાંદનપેડા ગામનાં જાગૃત લોકો તથા વાલીઓએ આજરોજ શાળાનાં મુખ્ય શિક્ષકને ફરીયાદ કરી જેની નકલ રવાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,ડાંગ ધારાસભ્ય,જિલ્લા પંચાયતનાં પ્રમુખ સહિત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષને પાઠવી આ ત્રણેય શિક્ષિકાઓ સામે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરતા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here