ટંકારા :મેઘરાજાને રીઝવવા લજાઈ ગૌશાળા ગોપી મંડળ દ્વારા ઢૂંઢીયા બાપા ઘરે ઘરે ફેરવ્યા

0
43


મોરબી જિલ્લામા ઓણસાલ મેઘરાજાએ રૂસણા લેતા ધરતીપુત્રો બાદ હવે નાના ભૂલકાઓ પણ ચિંતિત બન્યા છે ત્યારે મેઘરાજાને રીઝવવા માટે લજાઈ ગૌશાળા ગોપી મંડળ સાથે ભૂલકાઓ ઢૂંઢિયા બાપા ઘર ઘર સુધી લઈ જઈ મેઘરાજને હેત વરસાવવા કાકલૂદી કરી હતી.ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં અપૂરતો વરસાદ વરસ્યો છે અને હમણા વરસાદની ખાસ જરૂર છે અને તમામ લોકો મેઘરાજાને રીઝવવા માટે ધૂન, ભજન વગેરે કાર્યો કરે છે,

જ્યારે લજાઈ ગૌશાળા ગોપી મંડળ આજરોજ મેઘરાજાને રીઝવવા માટે ઢૂંઢિયાબાપા ઘર ઘર સુધી લઈ જઈ વરસાદ માટે મેઘરાજાને વિનંતી કરી હતી.વધુમાં ગોપી મંડળ દ્વારા શેરીઓ અને ગલીઓમાં ઢૂંઢિયાબાપા મેં વરસાવો… સુંડલે સુપડે મે વરસાવો” ની વિનંતી સાથે સવારી કાઢી હતી અને લોકોએ પાણીની વર્ષા કરી ઢૂંઢિયા બાપાને વધાવ્યા હતા..

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here