તાઉ-તે વાવાઝોડાથી નુકશાનને લઈને રિ સર્વે નહી કરવામાં આવે.

0
37






તાઉ-તે વાવાઝોડાથી નુકશાનને લઈને રિ સર્વે સહિતની માંગ  પર સરકારે સ્પષ્ટતા આપી છે અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કહ્યુ છે કે વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈને રિસર્વે નહી કરવામાં આવે. વાવાઝોડાથી થયેલા નુકશાનને લઈને અસરગ્રસ્તોને સરકારે સમયસર સહાય પણ ચુકવી છે.

વિપક્ષ કોંગ્રેસ અને ખેડૂતો પણ વાવાઝોડાથી થયેલા નુકશાનને લઈને રિસર્વેની માંગ કરતા આવ્યા છે.આજે જ ગાંધીનગર ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ.જોકે સરકારે ફરી સ્પષ્ટ કર્યુ છે કે રિસર્વેની કામગીરી નહી થાય.તાઉતે વાવાઝોડામાં અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ચાર  જિલ્લામાં વ્યાપક નુકશાન થયુ હતુ.

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here