બિતાડા ગામના બસ સ્ટેન્ડ પાસે મોટરસાઇકલ પર જતાં દંપતી નો બોલેરો ગાડી સાથે અકસ્માત થતા પતિનું મોત, પત્ની ને ઇજા

0
49


બિતાડા ગામના બસ સ્ટેન્ડ પાસે મોટરસાઇકલ પર જતાં દંપતી નો બોલેરો ગાડી સાથે અકસ્માત થતા પતિનું મોત, પત્ની ને ઇજા

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના બીતાડા ગામના બસ સ્ટેન્ડ પાસે મોટરસાઇકલ પર જતાં દંપતી ની મોટરસાઇકલ સાથે બોલેરો ગાડીનો અકસ્માત થતા પતિનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતમાં પત્નીને ગંભીર ઇજાઓ થતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર શકુબેન ભુપેંદ્રભાઇ વસાવા રહે.મોસ્કુટ નિશાળ ફળિયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓ એ આપેલી ફરીયાદ મુજબ તેઓ તેમના પતિ સાથે મો.સા નં- GJ 22.K.6238 પર પોતાના ગામ જતા હતા તે વખતે બિતાડા ગામના પાટીયા પાસે તા.9 ઓગસ્ટના સાંજે 4.30 વાગે બોલેરો પીકપ ગાડી નં.GJ.06.K.1244 નો ચાલક પોતાના કબજાની ગાડી પુર ઝડપે હંકારી લાવી તેમની મો.સા ની સાથે એક્સીડેટ કરતા પતિ, પત્ની બંને ગાડી પરથી પડી જતા પતિ ભુપેન્દ્રભાઇ મારગીયાભાઇ વસાવા ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું જ્યારે શકુબેન ને ઇજાઓ કરી બોલેરો ચાલક ત્યાંથી નાસી જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here