માલપુર કાલિયાકુવાથી ગાંધીનગર એસટી બસ સેવાનો નવીન રૂટ શરૂ કરાયો

0
20


અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુરથી ગાંધીનગર અવર-જવર માટે કોઈ જ બસ રૂટ કાર્યરત ન હતો.ત્યારે GSRTC ના પ્રાંતિજ ડેપો દ્વારા ગાંધીનગર થી કાલીયાકુવા એસ.ટી બસ સેવાનો નવીન રૂટ ચાલુ કરવામાં આવતા સજ્જનપૂરા કંપાના ગ્રામ જનો દ્રારા બસને વધાવવામાં આવી હતી.કાલિયાકૂવા થી સવારે 6 કલાકે ઉપડતી એસ ટી બસ વાયા સારંગપુર,લિંબોદરા,સજ્જનપુરાકંપા,ગોવિંદપુરા કંપા,માલપુર ,મોડાસા હિંમતનગર ,મજરા ચિલોડા થઈ ગાંધીનગર જતી બસ માલપુરના સજ્જનપૂરા કંપામાં આવતા ગ્રામજનોએ એસ ટી બસ ને કંકુ ,ચોખા અને ફૂલહાર પહેરાવી બસનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કાલીયાકુવા બસ ગાંધીનગર થી બપોરે 4:00 કલાકે ઉપડતી બસ ચાલુ કરવામાં આવતા વિદ્યાર્થીઓને તેમજ અંતરિયાળ ગામડાના મુસાફરોને ખૂબ સારી સુવિધા મળી રહેશે.જેથી માલપુર તાલુકામાં પ્રથમ ગાંધીનગર જવા માટે બસ રૂટ શરૂ થતાં માલપુર તાલુકાના મુસાફરોમાં આનંદ છવાયો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here