દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.

0
18જૂનાગઢ : રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના સુચના તથા માર્ગદર્શન હેઠળ આગામી દીવસોમાં આવનાર રાજય કક્ષાની ૧૫મી ઓગસ્ટની જૂનાગઢ શહેરમાં ઉજવણી થનાર હોય, જે અનુસંધાને જૂનાગઢ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય.
જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઈન્સ. એચ.આઈ.ભાટી તથા પો.સબ.ઈન્સ. જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. ત્યારે આજરોજ ચોકક્સ બાતમી હકીકત મળેલ કે એક શખ્સ સુખનાથ ચોક હરણના પુલ પાસે રામાપીરના મંદિર પાસે ઉભેલ છે, અને તેમની પાસે હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોકકસ બાતમી આધારે સુખનાથ ચોક હરણના પુલ રામાપીરના મંદિર પાસેથી એક શખ્સને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ -૧ તથા જીવતા કાર્ટીસ નંગ -૦૨ મળી આવતા હથિયારધારા કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે એ ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરાવી આરોપીને સોંપવામાં આવ્યો હતો. આરોપી આદિલ રજાકભાઈ ગામેતી પાસેથી કબજે કરવામાં આવેલ હથીયારમાં દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ જેની કિ.રૂ. ૧૦,૦૦૦/- જીવતા કાર્ટીસ નંગ-૦૨ જેની કિ.રૂ. ૨૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૦,૨૦૦/- નો મુદામાલ પકડી પાડેલ છે.
આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એક ઈસમને તમંચો નંગ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ ૦૨ મળી કુલ કિ.રૂ. ૧૦,૨૦૦ /- ના મુદામાલ સાથે હસ્તગત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઈન્સ . એચ.આઈ.ભાટી તથા પો.સબ ઈન્સ. જે.એમ.વાળા, એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઈ એમ.વી.કુવાડીયા , પી.એમ.ભારાઈ તથા પો.હેડ.કોન્સ. સામતભાઈ બારીયા, દીપકભાઈ જાની, મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર , બાબુભાઈ કોડીયાતર, અનિરૂધ્ધસિંહ વાંક તથા પો.કોન્સ, મહેન્દ્રભાઇ ડેર, ધર્મેશભાઈ વાઢેળ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા, જયેશભાઈ બકોત્રા વગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here