૧૫મી ઓગષ્ટને લઈને જુનાગઢ એસ.ઓ.જી.પોલીસ દ્વારા ફિશરમેન વોચ ગ્રુપ તથા માછીમારો સાથે મીટીંગો યોજી

0
24જૂનાગઢ : રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આવનાર રાજય કક્ષાની ૧૫મી ઓગષ્ટની ઉજવણી જૂનાગઢ શહેરમાં થનાર હોય જે અનુસંધાને જૂનાગઢ જીલ્લાની દરીયાઈ વિસ્તારમાં ગે.કા. પ્રવૃતી અટકાવવા તથા કોસ્ટલ વિસ્તારને સતર્ક કરવા સુચના કરેલ જે અન્વયે, એસ.ઓ.જી. પોલીસ ઈન્સ. એચ.આઈ.ભાટી તથા પો.સબ.ઈન્સ. જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, તેમજ રાજય કક્ષાની ૧૫મી ઓગષ્ટની ઉજવણી દરમ્યાન દરિયાઈ માર્ગેથી કોઈ આંતકવાદિ જુથ દ્વારા પ્રવેશ કરી રાષ્ટ્રીય કાર્યક્રમ દરમ્યાન કે તે પહેલા કોઇપણ ભોગે હુમલો કરી ભયનો માહોલ ઉત્પન કરી દેશને તેમજ દેશની આમ જનતાને ભયમાં મુકી અને રાષ્ટ્રીય કક્ષાની ૧૫મી ઓગષ્ટની ઉજવણીમાં વિક્ષેપ ઉભો કરે નહીં તેમની તકેદારીના ભાગરૂપે એસ.ઓ.જી. શાખા દ્વારા કોસ્ટલ વિસ્તારોમાં જઈ શીલબારા , શેરીયાજબારા તેમજ માંગરોળ બંદરો ઉપર ફિશરમેન વોચગ્રુપના સભ્યો તથા માચ્છીમારો તથા આગેવાનો તથા બોટ માલીકોને હાજર રાખી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ મીટીંગ દરમ્યાન હાજર રહેલ તમામને સમજ કરવામાં આવેલ કે, આગામી દિવસોમાં આવનાર રાજય ક્ષાની ૧૫મી ઓગષ્ટની ઉજવણી જૂનાગઢ શહેરમાં થનાર હોય, જેમની તકેદારીના ભાગરૂપે દરિયાઈ માર્ગેથી કોઈ આંતકવાદી જુથ કે કોઈ હુમલાખોર ઘુસણખોરી કરી આંતકવાદી હુમલો, જાસુસી, અપહરણ, દેશવિરોધી પ્રવૃતિ કરવામાં સફળ ન થાય એ હેતુથી દરિયામાં એકથી વધુ બોટના જૂથમાં માછીમારી કરવી તેમજ માછીમારી કરતી વખતે કોઈ શંકાસ્પદ બોટ , વ્યકિતઓ જણાયે તુર્તજ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સુચનાઓ આપવામાં આવેલ તેમજ માછીમારી કરતી વખતે શંકાસ્પદ જણાયેલ બોટ કે વ્યકિતથી જરૂરી ડિસ્ટન્ટ રાખી તેઓની પ્રવૃતિ તેમજ હિલચાલ પર જરૂરી નજર રાખી પળેપળની માહીતીની સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવેલ.

તેમજ સુરક્ષા એજન્સીઓ પહોંચે તે પહેલા જરૂર જણાયે નજીકની બોટના સંપર્કમાં રહી જેમને મદદે બોલાવવા સૂચના આપવામાં આવેલ.

તેમજ હાજર રહેલ બોટ માલીકોને તેઓની બોટના ટંડેલ તેમજ માછીમારો જયારે પણ દરિયામાં માછીમારીએ જાય ત્યારે તેઓને શંકાસ્પદ દરિયાઈ હિલચાલ જણાયે જાણ કરવા તેમજ તેઓની સાથે સતત સંપર્કમાં રહી અને તેઓની પ્રવૃતિ તેમજ દરિયાઇ હિલચાલ અંગેની વોચ રાખવા માર્ગદર્શન આપવામાં આવેલ.

તેમજ આગેવાનોને પ્રવર્તમાન પરીસ્થીતીને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સતર્ક કરવામાં આવેલ તથા કોસ્ટલ પો.સ્ટે.ના અધિ.શ્રીઓને પણ અવાર – નવાર લેન્ડિંગ પોઈન્ટ, વાઇટલ ઈન્સ્ટોલેશન, જેટી બંદર ઉપર પરપ્રાંતીય ઈસમોને વધુમાં વધુ ચેક કરવા તથા તેમના પર વોચ રાખવા સુચના આપેલ તથા કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખવા તથા ચેકપોસ્ટ ઉપર વધુમાં વધુ વાહન ચેકિંગની કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here