મહીસાગર જીલ્લા કક્ષાનો ૭૫ મો સ્વાતંત્ર્ય પર્વ લુણાવાડા ખાતે ઉજવવામાં આવશે

0
20આસીફ શેખ લુણાવાડા

કોરોનાના નિયમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમારના હસ્તે ધ્વજવંદન કરાશે

લુણાવાડા,

૧૫ મી ઓગસ્‍ટ ભારતના સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશ અને રાજયમાં ગૌરવ અને ઉલ્‍લાસથી યોજાય છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે થનાર છે. જેની પૂર્વ  તૈયારી માટે જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમારના અધ્‍યક્ષસ્‍થાને  કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અધિક કલેકટરશ્રી આઇ.એ.સુથારે ગ્રાઉન્‍ડની મંડપ, સ્‍ટેજ ડેકોરેશન, બેઠક વ્યવસ્થા, લાઇટ અને સાઉન્‍ડ સીસ્‍ટમ  વગેરે બાબતો અંગે જરૂરી કામગીરી કરવા માર્ગ મકાન વિભાગને સુચનાઓ આપી હતી, તેમજ પરેડ નિરીક્ષણ અંગેની તૈયારીઓ માટે પોલીસ વિભાગને જણાવ્યુ હતુ. આ ઉપરાંત કોરોનાના નિયમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા ઉપસ્‍થિત અધિકારીશ્રીઓ સાથે વિસ્‍તૃત ચર્ચાઓ કરી, અધિક કલેકટરશ્રીએ યોગ્‍ય સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી, પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ મોડીયા સહિત સંબંધિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here