આકાશમાં આજે રાતે ઉલ્કાનો વરસાદ

0
19


પર્સિડસ ઉલ્કાનો વરસાદ 11 ઓગસ્ટની રાતે આપ જોઈ શકશો. જો આપ યોગ્ય જગ્યા છો અને આકાશમાં સારી રીતે જોઈ શકો છો તો આ તારાનો વરસાદ આપ નિહાળી શકશો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉલ્કાનો વરસાદ ખૂબ ખાસ રહેવાનો છે. દર વર્ષે મધ્ય ઓગસ્ટ મહિનામાં પર્સિડસ ઉલ્કાનો વરસાદ પોતાની ચરમ પર પહોંચી જાય છે. ખગોળવિદોનું માનવુ છે કે આ વર્ષે ઉલ્કાનો વરસાદ જોવાનું સૌથી સારૂ રહેશે. તેમનું કહેવુ છે કે, જો આપે તેને મિસ કર્યુ તો પસ્તાશો. ઉલ્કાનો વરસાદ જોવા માટે જરૂરી છે કે, આપ યોગ્ય જગ્યા હોવ અને આકાશ એકદમ સાફ હોય. સૌથી સારી વાત એ છે કે, ઉલ્કાનો વરસાદ જોવા માટે કોઈ પણ પ્રકારના ટેલીસ્કોપની જરૂર નથી.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બુધવારે રાતેથી ગુરૂવાર સવાર સુધી ઉલ્કાનો વરસાદ પોતાની ચરમસીમા પર રહેશે. આમ તો આખુ અઠવાડીયા હલ્કાથી ભારે ઉલ્કાનો વરસાદ ચાલુ રહેશે. તેમનું કહેવુ છે કે, ગુરૂવારે સવારે 4થી 5 વાગ્યાની વચ્ચે આ વરસાદ સૌથી વધારે દેખાશે. જો કે તેની શરૂઆત બુધવારે રાતે 10 કલાકની આસપાસ શરૂ થઈ જશે. તેના આકાશમાં પૂર્વોત્તર વિસ્તારમાં જોઈ શકાશે. ધરતીના ઉત્તરી ગોળાર્ધમાં ઉલ્કાનો વરસાદ સૌથી સારી રીતે દેખાશે. આ ગોળાર્ધમાં ભારત આવે છે. ત્યારે આવા સમયે ભારતમાં પણ તેની સારી રીતે જોઈ શકાશે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here