ચાસવડ કોયલીમાંડવી રોડ ઉપર ખાંડસરી સામે છોટાહાથી અને મિનિટ્રેક્ટર સામસામે અથડાયા.

0
24


 

નેત્રંગ તાલુકાના ચાસવડ ચોકડીથી કોયલીમાંડવી રોડ ઉપર મિનિટ્રેક્ટર અને છોટાહાથી ટેમ્પો સામ સામે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલકને માથા ઉપર ઇજાઓ થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાહાથી ટેમ્પો ડેડીયાપાડાથી કોયલીમાંડવી થઈ ચાસવડ તરફ આવતો હતો.તે અરસામાં સામેથી મીની ટ્રેકટર કોયલીમાંડવી તરફ જતું હતું તે અરસામાં ચાસવડ ચોકડીથી 100 ફૂટ આગળ દિપક ખાંડસરી સામે છોટાહાથી સાથે ટક્કર લાગતા બન્ને વાહનોના ટાયરો ડિશ સાથે તૂટી પડ્યા હતા.આ બનાવમાં ટેમ્પો ચાલકને ઇજા થતાં દવાખાને લઈ જવાયો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here