રાજ્યમાં ફરીથી ચોમાસું આગામી પાંચ દિવસ સક્રિય થવાના એંધાણ

0
51


રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી ઝાપટાં પડશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 17 ઓગસ્ટથી રાજ્યમાં ચોમાસું સક્રિય થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 17 ઓગસ્ટ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ફરી સારા પ્રમાણમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં હજુ 46 ટકા વરસાદની ઘટ છે.

રાજ્યમાં આ વર્ષે જળસંકટ ઊભું થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. વર્ષની શરૂઆતમાં થયેલા વરસાદથી હરખાયેલા ખેડૂતોને સારો પાક ઉતરવાની આશા હતી તે હવે ચિંતામાં ફેરવાઈ ગઈ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here