એચ.આઇ.વી. પોજીટીવ બહેનો સાથે નારીશક્તિ ગૌરવ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી “

0
48” ભારત વિકાસ પરિષદ, પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા બનાસ એન પી પ્લસ સંસ્થા ની એચ. આઇ. વી પોજીટીવ બહેનો સાથે નારીશક્તિ ગૌરવ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ”

રિપોર્ટર. ધનેશ. કે. રાઠી.
પાલનપુર તાલુકો

આજ રોજ પાલનપુર લક્ષમણ ટેકરી રોટરી હોલ ખાતે, ભારત વિકાસ પરિષદ ની પશ્ચિમ શાખા દ્વારા બનાસ એન પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને વિહાન પ્રોજેક્ટ ની વિવિધ સેવા સાથે જોડાયેલ ત્રીસ વિધવા અને જરૂરિયાત મંદ સ્લમ વિસ્તાર માં વસતી બહેનોને વરસાદ ના રક્ષણ માટે તાડપત્રી નું વિતરણ કરવામાં આવ્યું

જેમાં આવેલ તમામ બહેનોને વિધવા સહાય, માનવ ગરિમા યોજના, કોરોના માં માતા – પિતા ગુમાવેલ બાળકો માટે ની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી સાથે સાથે પોતાના પાર્ટનર અને બાળકો ના ટેસ્ટીગ વિષે વિગતે માહિતી આપી સાથે સ્વસહાય જૂથ ની રચના વિષે માહિતી આપી

 

આ કાર્યક્રમ માં ખાસ ભારત વિકાસ પરિષદ, પાલનપુર પશ્ચિમ શાખા ના પ્રમુખ પ્રીતિબેન મહેશ્વરી, મીનાબેન મહેશ્વરી, અંજનાબેન જોશી, કલ્પનાબેન મહેશ્વરી, નયનાબેન જોશી ખાસ ઉપસ્થિત રહી તમામ બહેનોને નારી શક્તિ ગૌરવ દિવસ ની શુભકામના પાઠવી અને ત્રીસ એચ આઇ વી પોજીટીવ માતા – બહેનોને તાડપત્રી નું વિતરણ કરવામાં આવી જેની કુલ કિંમત પાંચ હાજર એક સોં વીસ રૂપિયા ની સહાય ની તાડપત્રી નું વિતરણ કરવામાં આવ્યું

 

આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન બનાસ એન પી પ્લસ સંસ્થા ના પ્રમુખ અને વિહાન પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા બનાસ એન પી પ્લસ સંસ્થા ના સોનલબેન મકવાણા સંપૂર્ણ પ્રોજેક્ટ ના ડી. એમ દીપકભાઈ પટેલ, વિહાન પ્રોજેક્ટ ના હેલ્થ પ્રમોટર નવનીતભાઈ મકવાણા દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here