નર્મદા પોલીસની નિર્ભયા ટીમે ૩૫૬૭ જેટલા વૃદ્ધ અને વિધવાઓને પેન્શન અપાવી સામાજિક જવાબદારી નિભાવી ઇતિહાસ રચ્યો

0
40






નર્મદા પોલીસની નિર્ભયા ટીમે ૩૫૬૭ જેટલા વૃદ્ધ અને વિધવાઓને પેન્શન અપાવી સામાજિક જવાબદારી નિભાવી ઇતિહાસ રચ્યો

રાજપીપળા :જુનેદ ખત્રી

નર્મદા પોલીસ વડા હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ નિર્ભયા સ્કવોડ ના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે.કે. પાઠકના નેતૃત્વમાં નિર્ભયા સ્કકવોડ ના ૧૪ બહાદુર મહિલા પોલીસ રાજ્યમાં એક ઇતિહાસ રચ્યો છે. આ બહાદુર મહિલા પોલીસ સમગ્ર નર્મદા જિલ્લામાં ઘેર ઘેર ફરી મળવાપાત્ર લોકોને વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શન મળતું ન હોય એવા લોકોને શોધીને એમનો ફોર્મ ભરી જરુરી દસ્તાવેજો સાથે કચેરીએ ઓનલાઇન સહાય અરજીઓ કરાવી ૩૫૬૭ લોકોને પેન્શન આપવાની કામગીરી કરી નર્મદા પોલીસનું નામ અને ગૌરવ વધારી રાજ્યમાં ઐતિહાસિક કામ કરી એક નવો ઇતિહાસ રચતા પોલીસ વિભાગ ની આ કામગીરી ની ભારે પ્રશંસા થઇ રહી છે.
સાથે સાથે કરોના કાળમાં મૃત્યુ પામેલ માતા-પિતા ના બાળકોને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ મળવાપાત્ર રકમ અપાવવાની કામગીરી તથા ગુમ થયેલ છોકરીઓ ને એના પરિવાર સાથે મિલાપ કરાવી અને જિલ્લામાં આવતા અનેક નાના-મોટા બંદોબસ્ત જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટીઉપર પબ્લિક નો ઘસારો નો બંદોબસ્ત સીએમ સાહેબનો બંદોબસ્ત મંત્રીશ્રીઓ નો બંદોબસ્ત રથયાત્રાનો બંદોબસ્ત અનેક પ્રકારના નાના મોટા બંદોબસ્ત કરી ને આ કાર્ય ફક્ત ૫૦ દિવસમાં પૂર્ણ કરી છે આવા પ્રશંસનીય કામ પાછળ પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નો માર્ગદર્શન અને નિર્ભયા સ્ક્ક્વોડ નાા ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે. પાઠકના નેતૃત્વ તથા બહાદુર મહિલા પોલીસ ના ઉત્સાહ અને લગન ના લીધે પ્રજાલક્ષી કામગીરી કરી ગરીબો વિધવાઓ વૃદ્ધો ની મદદ કરી ને ખૂબજ પ્રશંસનીય કામગીરી કરતા નર્મદા પોલીસનું નિર્ભયા સ્કવોડ રાજ્યમાં વખણાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો અંતરિયાળ જિલ્લો છે અહિં ના અંતરિયાળ ગામોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ત્યારે આદિવાસી વિસ્તારમાં અશિક્ષિત અને ઉંમર વાળા લોકો ને પેન્શન અથવા સહાય મેળવવા માટે ફોર્મ ભરવા અને જે તે કચેરી સુધી પહોંચવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી જેથી કેટલાક લોકો ધક્કા ખાવા અને મુશ્કેલીના કારણે ફોન ન ભરી સહાય જતી કરતા હતા ત્યારે નર્મદાની નિર્ભયા સ્કોડ દ્વારા નિરાધાર વૃદ્ધો અને વિધવાઓ ના ઘર આંગણે પહોંચી વિધવાઓ અને વૃદ્ધોને શોધી તેમને સરકારી સહાય અપાવી છે જે ખરેખર ઐતિહાસિક ગણાય



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here