પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વસહાય જૂથોની બહેનો સાથે કરશે સંવાદ

0
23


નગર પાલીકા ટાઉનહોલ ખાતે ૧૨મીએ યોજાયેલ કાર્યક્રમ સ્વસહાય જૂથોની બહેનો ભાગ લઇ કાર્યક્રમમાં સહભાગી બનશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાકે સ્વસહાય (SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાશે. મોરબી જિલ્લાના સખીમંડળની તમામ બહેનો આ કાર્યક્રમ દૂરદર્શન ચેનલ પર નિહાળી શકશે. જ્યાં દેશની મહિલાઓ યુવાનો સાથે ખભેખભા મેળવીને કામ કરી રહી છે તથા અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને આત્મનિર્ભરતા તરફ મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે દેશના વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર પ્રધાનમંત્રીશ્રી સખીમંડળની મહિલાઓને સુચારૂ માર્ગદર્શન પૂરુ પાડશે.

જે અન્વયે મોરબી નગર પાલીકા ટાઉનહોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાકે સ્વસહાય (SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ સખીમંડળની બહેનોને દૂરદર્શન ચેનલ ઉપર આ કાર્યક્રમ નિહાળવા વિનંતી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here