ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સ માટેના કોર્ષની સાતમી બેંચનો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આરંભ

0
32



જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, કુલપતિશ્રીની પ્રેરણાથી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા તા. ૦૯/૦૮/૨૦૨૧ થી તા. ૨૬/૦૮/૨૦૨૧ સુધી ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય સર્ટીફિકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સની સાતમી બેંચનો શુભારંભ માન. કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી બોલતાં કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યુ હતુ કે, આ કોર્ષ યુવા ફર્ટીલાઇઝર ડીલરોના જ્ઞાનમાં ચોકકસ વધારો કરશે તેવી મને આશા છે. તેમજ તાલીમાર્થીઓને પોષક તત્વોના વ્યવસ્થાપન અંગેની જાણકારી તેમજ વાપરવાની વૈજ્ઞાનિક પધ્ધતિ, લીકવીડ ફર્ટીલાઇઝર, બાયો ફર્ટીલાઇઝર તેમજ નેનો ફર્ટીલાઇઝરની સમજણ અને તે મુજબ રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ જેવા વિષયોનું વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમનો આપ ડીલરો શકય તેટલો લાભ લઇ તમે ખેડૂતોના માર્ગદર્શક ચોકકસ બનો તેવો અનુરોધ કરેલ. આ કોર્ષ દરમ્યાન તાલીમાર્થીઓને મળેલ જ્ઞાન થકી ખેડૂતોના પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન મળશે તેવી આશા વ્યકત કરી હતી.

ડો. એચ.એમ. ગાજીપરા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હંમેશા સૌરાષ્ટ્રના ખેડૂતોના કૃષિ વિષયક જ્ઞાનમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.આ તાલીમ કાર્યક્રમમાં આપ સર્વે તાલીમાર્થીઓને તજજ્ઞો તરફથી આપવામાં આવતા કૃષિ વિષયક જ્ઞાનથી આપના જ્ઞાનમાં ચોકકસ વધારો થશે તેવી આશા છે.આ તકે શ્રી અરવિંદભાઇ ટીંબડીયા, સેક્રેટરીશ્રી, એગ્રો ઇનપુટ એસોસીએશન, ન્યુ દિલ્હીએ જણાવ્યુ કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોના હિતમાં કોવિડ-૧૯ની સરકારશ્રીની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે આ કોર્ષ શરૂ કરવામાં આવે છે.તેમની આ પહેલને હું એસોસીએશન વતી અભિનંદન પાઠવું છું. આ તાલીમ કાર્યક્રમમાં આપ સર્વે તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતાં જ્ઞાનને ખેડૂત ભાઇઓ સુધી પહોંચાડો તેવી હું અપેક્ષારાખું છું. આ તકે ઇ/ચા. આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય તથા પ્રાધ્યાપક અને વડાશ્રી, કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, ડો. એસ.જી. સાવલીયા પણ ઉપસ્થિત રહી અને આ કોર્ષની રૂપરેખા આપી હતી.

આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એચ.સી. છોડવડીયા,ડો. વી.જે. સાવલીયા, પ્રો. પિન્કીબેન શર્મા તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન ડો. એચ.સી. છોડવડીયાએ કર્યુ હતુ.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here