મોદી સરકારે સ્વીકાર્યુ ઓક્સિજનની અછતથી થયા હતાં દર્દીઓના મોત

0
25


કોરોના કાળમાં દેશમાં ઓક્સિજનની અછતથી મોત ન થયાનું કહેનારી કેન્દ્ર સરકારે માન્યુ છે. કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી પણ મોત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલાયે સ્વીકાર્યુ છે કે, આંધ્રપ્રદેશમાં ઓક્સિજનની અછતથી દર્દીના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સંસદમાં માહિતી આપતા કહ્યુ કે, 9 ઓગસ્ટ 2021ના દિવસે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા એક રિપોર્ટ સોંપાયો છે.

જે રિપોર્ટ પ્રમાણે 10 મે 2021ના દિવસે એસ.વી.આર.આર. હોસ્પિટલમાં વેન્ટીલેટર સપોર્ટ પર રહેલા કેટલાક દર્દીઓના મોત થયા અને તેના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે  ઓક્સિજન ટેન્ક અને બેકઅપ સિસ્ટમ બદલતા સમયે ઓક્સિજન લાઈનમાં પ્રેશર ઓછુ થયુ અને તેનાથી દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ કેન્દ્રીય પ્રધાને સંસદમાં કહ્યુ હતુ કે  રાજ્ય સરકારો દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તેમા ક્યાંક પણ  કહેવાયુ નથી કે કોઈ દર્દીના મોત ઓક્સિજનના અભાવે થયા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here