નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી RTI કાયદા ને ઘોળી પી ગયા ? માહિતી નો જવાબ સુદ્ધાં ના આપ્યો

0
19નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી RTI કાયદા ને ઘોળી પી ગયા ? માહિતી નો જવાબ સુદ્ધાં ના આપ્યો

◆ ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા પ્રમોશન ની પાત્રતા ધરાવતા MPHW ના વર્કરો ની યાદી માંગી હોવા છતાં,મુખ્ય આરોગ્ય અધિકારી એ આદેશ પણ ઘોળી ને પી ગયા ??

◆ કોરોના ના કપરા કાળ મા ફિલ્ડ મા ફરજ બજાવતા હેલ્થ વર્કરો ને માત્ર “કોરોના વોરિયર્સ” કોરું બિરુદ આપી દેવાથી હેલ્થ વર્કરો નિરુત્સાહ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તક ના મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો કે કે 2012 ની સીધી ભરતી થી જોડાયા હોય એવા હેલ્થ વર્કરો ને છેલ્લા ઘણા સમય થી પ્રમોશન મળવા પાત્ર હોય અને ગુજરાત ના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ પાસે પ્રમોશન ને પાત્ર એવા મ.પ.હે.વ ની યાદી માંગવા મા આવી છે કે કેમ? એ સહિત ની અન્ય 7 મુદ્દા બાબતે આર.ટી.આઈ 2005 ના માહિતી અધિકાર ના કાયદા હેઠળ નિયત નમૂના મા અરજદાર ઈકરામ મલેક દ્વારા માહિતી ગત તારીખ 1/06/2021 ના માંગવામા આવી હતી. માહિતી મેળવવા ના કાયદા અનુસાર 30 દિવસ વીતવા છતાં નર્મદા જિલ્લા ના આરોગ્ય વિભાગ ના માહિતી અધિકારી એવા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા કોઈ પણ જાત ની માહિતી કે જવાબ આપવામાં આવ્યો ન હતો.

તત્કાલીન યુ.પી.એ સરકારે સરકારી વિભાગો મા ચાલતા ભ્રષ્ટચાર અને ગેર વહિવટ ને રોકવા અને સરકારી અધિકારીઓ ને જવાબદાર બનાવવા માટે અને લોકો ને સરકારી બાબુઓ દ્વારા થતી નાહક ની હેરાનગતિ ને રોકવા માટે આ કાયદો ખુબજ મહત્વ નું ગણાવાયું હતું, પરંતુ સમયાંતરે સરકારો ની અદલાબદલી મા આ કાયદા ને હવે પાછળ થી સુધારા વધારા કરી લુલો કરી નાખવામાં આવ્યો છે.

આથી માહિતી કાયદાનુસાર અરજદાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને તારીખ 08/07/2021 ના પ્રથમ અપીલ કરવામાં આવી છે જેની મુદત પણ હવે નજીક મા છે પરંતુ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હજી કોઈ સુનાવણી કરવામાં આવી નથી. ના છૂટકે હવે અરજદાર ને ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ કરવાનો વખત આવ્યો છે. આમ નર્મદા જિલ્લા ના આરોગ્ય વિભાગ ની અદોડાઈ હવે પરાકાષ્ટા ઉપર પોહ્નચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here