કોંઢ ગામ પાસે થયેલ ઇકો અને ટ્રક અકસ્માતમાં ઇકો ચાલકનું કરુણ મોત.

0
41


પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.

નેત્રંગ થી અંકલેશ્વર તરફ જઈ રહેલ ઇકો ગાડીને કોંઢ ગામ પાસે પાછળ થી આવતી ટ્રકે ટક્કર મારતા ઇકો ચાલકનું કરૂણ મોત નીપજ્યું.

નેત્રંગના ગિરધરનગ માં રહેતો રાહુલ સંપતભાઈ દંતણી કે જે તા.૧૦-૦૮-૨૦૨૧ ને મંગળવારના રોજ નેત્રંગ થી મુસાફરો ભરીને અંકલેશ્વર તરફ ઇકો ગાડી લઈ જઈ રહ્યો હતો. જે દરમિયાન કોંઢ ગામ પાસે સાંજે ૬:૩૦ કલાકે મુસાફરને બેસાડવા તેને ઇકો ગાડી જય ભારત વુડ હાર્ડવેર સામે રોડની સાઈડ ઉપર ઉભી રાખી મુસાફરને બેસાડી રાહુલ પાછો ગાડીમાં બેસવા જતો હતો એ સમયે પાછળ થી ગફલતભરી રીતે આવતી ટ્રક નંબર – જી.જે-૦૫-બી.ઝેડ-૯૧૬૨ રાહુલને અડફેટે લઈને ઇકોમાં પાછળના ભાગે ટક્કર મારી હતી.

જેથી રાહુલને કમરના ભાગે તેમજ જમણા પગના ઘૂંટણ પાસે ગંભીર ઇજાઓ પોહોંચી હતી સાથે મુસાફર મહેશચંદ્ર ચંદુલાલ જાદવ ને માથા અને ડાબા હાથના કાંડા પર ઇજા પહોંચી હતી. રાહુલને સારવાર અર્થે ૧૦૮ મારફતે જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તેને વધુ સારવાર ની જરૂર હોવાથી વડોદરા લઈ જતા હતા  તેનું ગંભીર ઇજાના પગલે રસ્તા માં જ કરુણ મોત નીપજ્યું હતું. રાહુલના મૃત્યુથી પરિવાર માં શોકનું મોઝુ ફરી વળ્યું છે.આ બાબતની જાણ વાલિયા પોલીસને થતા ઘટનાસ્થળે આવી ગુંનો નોંધી આગળની તપાસ હાથ ધરી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here