ઝાંઝરવા આશ્રમશાળાના મુખ્ય શિક્ષક અધિકારીઓની વહીવટી ભૂલના કારણે પરેશાન

0
47


પાટણ જિલ્લાના સમી તાલુકાનાં માંડવી ગામના રહેવાસી માતૃધારા ટ્રસ્ટ અમીરગઢ જી. બનાસકાંઠા ના ઝાંઝરવા આશ્રમશાળાના મુખ્ય શિક્ષક જોષી ગાયત્રીપ્રસાદ ગૌરીશંકર આજે અધિકારીઓની વહીવટી ભૂલના કારણે પરેશાન થઈ રહ્યા છે તેઓ એ વાત્સલ્યમ સમાચારની ટીમ સાથે પોતાની આપ વીતી જણાવતા કહ્યું કે માતૃધારા ટ્રસ્ટ અમીરગઢ જી. બનાસકાંઠા ના ઝાંઝરવા આશ્રમશાળા માં 13/7/2000 થી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પ્રમુખ અને મંત્રી ના આંતરીક વિખવાદ ના કારણે આ શાળાની માન્યતા રદ્દ થઇ હતી. અને મારો ઓડૅર ઉપલાબંધ ની આશ્રમશાળા માં મુખ્ય શિક્ષક તરીકે નો ઓડૅર કરવામાં આવ્યો હતો. હું ઓડૅર ના આધારે હાજર થવા ગયો હતો.

પરંતુ ત્યાં મુખ્ય શિક્ષક ફરજ બજાવતા હતા. તથા શિક્ષકો સમાવવા માટે મંજુરી આપી ન હતી. જેથી મને હાજર કરેલ નથી. જેની મેં અધિકારીઓ ને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ મારો બીજો ઓડૅર લોકનિકેતન વિરમપુર માં પણ મુખ્ય શિક્ષક નો ઓડૅર કરવામાં આવ્યો. ત્યાં પણ હું હાજર થવા ગયો હતો. ત્યાં પણ મુખ્ય શિક્ષક ફરજ બજાવતા હતા. જેથી મને હાજર કરવામાં આવ્યો નથી. આ બાબતે અધિકારીઓ ને લેખિત રજુઆત કરી હતી. ફરીથી આજ આશ્રમશાળા માં મદદનીશ શિક્ષક નો ઓડૅર કરવામાં આવ્યો હતો અને મને તારીખ-8/9/2014 ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આમ તારીખ-1/8/2013 થી તારીખ – 7/9/2014 સુધી 13 માસ 7દિવસ અધિકારીઓની વહીવટી ભૂલના કારણે મારે બેસી રહેવુ પડયું છે. અને આ સમય દરમિયાન નો પગાર મને આજસુધી મળ્યો નથી.

આ બાબતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી. વિરોધપક્ષ ના નેતા. આદિજાતિ વિકાસ મંત્રી. સચિવ આદિજાતિ વિકાસ . મંત્રી શ્રમ અને રોજગાર વિભાગ. મંત્રી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય. કમિશનર આદિજાતિ વિકાસ. આદિજાતિ વિકાસ અધિકારી ગાંધીનગર. મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ પાલનપુર. મુખ્ય મંત્રી. ને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી અને આ મહામારી માં મારા પરિવાર નું ભરણપોષણ કરવું અઘરું છે મારો પરિવાર બેઘર નિરાધાર બની ગયો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here