ટંકારા : દેશી દારૂ ની હેરાફેરી કરતા બે ઝડપાયા

0
29


ટંકારા નજીકથી પસાર થતી કારને આંતરી લઈને પોલીસે દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને કારમાં સવાર બે ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન કાર જીજે ૧૨ ઈપ ૮૭૯૪ વાળી આંતરી લઈને તલાશી લેતા ૫૬૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હોય જેથી પોલીસે ૧૧,૩૦૦ નો દારૂ અને કાર સહીત કુલ રૂ ૨,૬૧,૩૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને કારમાં સવાર આરોપીઓ અજય ભાણાભાઈ શિયાળ, રહે મયુરનગર સીતારામ સોસાયટી શેરી નં ૦૧ ચુનારાવાડ રાજકોટ અને પ્રશાંત રતિલાલ જસાણી રહે અંબિકા સોસાયટી શેરી નં ૦૪ ચુનારાવાડ રાજકોટ એમ બે ઇસમોને ઝડપી લીધા છે તો પીન્ટુભાઈ રહે રાજકોટ, સુનીલ કિશન સોલંકી રહે ચુનારાવાડ રાજકોટ વાળાએ દેશી દારૂ ભરી આપેલ હોય અને દેશી દારૂ દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા રહે શનાળા અને સુરેશ ઉર્ફે સુડો લખમણ થરેસા રહે મોરબી વાળાને આપવાનો હોવાની કબુલાત આપી હોય જેથી પોલીસે અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે જે કામગીરીમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર, નગીનદાસ નિમાવત, વિજયભાઈ બાર, સિદ્ધરાજસિંહ જાડેજા, ખાલીદખાન રફીકખાન, હિતેશભાઈ ચાવડા સહિતની ટીમ જોડાયલ હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here