ખરસલીયા ગામે જુગાર રમતાં સાત ઈસમોને ૨૦,૮૭૦/ ના મુદ્દામાલ સાથે વેજલપુર પોલીસે ઝડપી પાડયા

0
28


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર ડી ચૌધરી મંગળવારના રોજ નાઈટ પેટ્રોલિંગમાં પોલીસ સ્ટાફ સાથે હતા ત્યારે તેઓને બાતમી મળી કે ખરસાલીયા ગામે હરિજનવાસ પાછળ ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમોએ ભેગા મળી ને હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા કેટલાક કિસ્સામાં ગોળ કુંડાળું કરીને બેટરીના અજવાળે જુગાર રમી રહ્યા હતા પોલીસે ચારે તરફથી કોર્ડન કરીને સાત જેટલા ઈસમોને ઝડપી પાડયા હતા તમામ ઇસમો ખરસાલીયા ના રહેવાસી હતા તેઓની અંગજડતી અને દાવ પરના રૂ ૧૦,૮૭૦/ તથા મોબાઇલ નંગ ચાર રૂ ૧૦,૦૦૦/ કુલ મળીને રૂ ૨૦,૮૭૦/ નો મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલા તમામ ઇસમો વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here