આધ્યાત્મિકતા, જપ તપ દૈવી શક્તિઓની કૃપા પ્રાપ્ત કરવાનો ફાયદો શું ?

0
58આધ્યાત્મિક એટલે આત્માનું જીવન

જે લોકો ભૂલથી પણ આધ્યાત્મિક નથી ભગવાન કે દેવ દેવીઓને જરાય માનતા નથી એવા લોકો પણધન વૈભવ સંપતિ શરીર સતા એમ બધી રીતે સુખી હોય છે..તે એના પુર્વની જન્મયાત્રાનુ વાવેલુ ભોગવતા હોય છે એટલે આત્માના કર્મોને તે વિસરી જાય છે.

આધ્યાત્મિકતા વિશે એટલે કે આત્મા સંબંધિત કર્મોની જરૂરત અને મહત્વની સમજણ ના હોય તો જપ તપ વ્રત કરવામાં જીંદગીનો સમય આપવાનો અર્થ શું..?

આત્મા તો નશ્વર છે અને દેહ તો ક્ષણભંગુર છે…

જંતુ શરીરમાં રહેલો આત્મા

પ્રાણી શરીરમાં રહેલો આત્મા

પક્ષી શરીરમાં રહેલો આત્મા

જળચર શરીરમાં રહેલો આત્મા

સરીરસૃપ શરીરમાં રહેલો આત્મા

વૃક્ષ વનસ્પતિ શરીરમાં રહેલો આત્મા

મનુષ્ય શરીરમાં રહેલો આત્મા

એમ જુદી જુદી સાત યોનીઓની ૮૪ લાખ યોનીઓમાં આત્મા સતત યાત્રા કરે છે પણ મનુષ્ય જન્મમાં તેને પરમાત્મા સાથે જોડાયને મોક્ષ પ્રાપ્તીનો અવસર મળે છે એટલે મનુષ્ય યોનીમા આત્મા સંબંધિત જીવન જીવવાનુ મહત્વ છે

મનુષ્ય શરીરમાં ,
શરીર માટે જીંદગી વેડફાય જાય છે તેથી ફરી ફરી બીજા શરીરોની યોનીઓમાં આત્મા ભટકતો આત્મા પીડાતો રહે છે

આધ્યાત્મિકતા

આત્માનો શ્વર, ઉર્જાને જાગૃત રાખી જ્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મનુષ્ય શરીરને વારંવાર મેળવવુ એ વ્રત અને ધર્મનુ પહેલુ મહત્વ છે

આત્મા અને શરીરના વધુ પવિત્ર કર્મોથી વધુ વધુને ઉતમ ભાગ્ય નિર્માણ કરવું

આત્મા નિયમિત ધર્મ પાલનથી મનુષ્ય યોનીમા ટકી રહે છે જ્યારે જ્યારે મનુષ્ય શરીર મળે ત્યારે મનુષ્ય યોનીમા સ્થાયી સ્થાન જાળવી રાખવા આધ્યાત્મિક જપ તપનુ પાયાનું મહત્વ છે

મનુષ્ય જીવનમાં પશુઓની જેમ મુઢમતિ બની જીવી જનારા ફરી પશુ પ્રાણી જેવી બીજી યોનીઓમાં ધકેલાય જાય છે

આ આત્મા છે પ્રાણી પરતું મનુષ્ય ભીખ માંગી ગુજારો કરે છે ત્યારે આ શ્વાનયોનીમા પણ ઉતમ જીવન પ્રાપ્ત કર્યું છે

એક પછી એક જન્મની યાત્રામાં મુક રીતે મનથી અને શરીરથી કરેલા કર્મોના ફળથી દરેક આત્મા ને એ પ્રકારે ભાગ્ય મળે છે..

કર્મ..એટલે શ્વાસ, વિચાર, શ્વર, ભોગ, સમાગમ થી થતી રચનાઓ

આપણે આજે આધ્યાત્મિક ના જીવે પ્રકૃતિ અને બ્રહ્માંડની અદ્રશ્ય શકિતઓ ઓરાઉર્જાઓ સાથે સંબંધ નિર્માણ ના કરીએ તો અકાળે થતા શરીરના મૃત્યુથી આત્મા હિન અને પીડીત શરીરમાં પતન પામે છે

આધ્યાત્મિક જપ તપ વ્રત નિયમ…સતા, સંપતિ, વૈભવ, આપે એવું નથી ના પણ આપે..સંસારીક સંઘર્ષમાં ક્યારેક ઉપયોગી પણ ના થાય તોય આધ્યાત્મિક જીવનમાં ક્યારેય સાંસારિક દુઃખ આવતુ નથી કે આધ્યાત્મિક જીવન જીવનાર આફતો કે અકસ્માતનો ભોગ બનતા નથી

મનુષ્યના બે જીવન છે

એક આધ્યાત્મિક જીવન
બીજુ લૌકિક જીવન

લૌકિક જીવનમાં સંસારના સંબંધો અને વ્યવહારો છે

આધ્યાત્મિક જીવનમાં માત્ર આત્માઓના સંબંધો અને વ્યવહારો છે

જન્મપત્રિકા પ્રમાણે કે અન્ય વિદ્યાઓ પ્રમાણે જેના ભાગ્યમાં, નસીબમાં નથી તે પણ આધ્યાત્મિક શકિતઓ પ્રાપ્ત થવાથી મળે છે

આધ્યાત્મિક એટલે આત્માનું જીવન

આત્મા સાથે બ્રહ્માંડની શકિતઓના સંબંધો જોડાય પછી નસીબમાં ફેરફાર થાય છે ભાગ્યમાં દુઃખ હોય તો સુખમાં બદલી શકાય છે

દરેકના જીવનમાં રોજ સવાર તો આધ્યાત્મિક થાય છે પણ લોકો એને લૌકિક બનાવી જીવે છે..સુતેલો માણસ સવારે જાગે છે તે પ્રક્રિયા આધ્યાત્મિક છે

દરેક શરીરનો આત્માનું શરીર જ્યારે ઉંઘની સમાધીમા જાય છે ત્યારે પણ આત્મા તો ગતિમાન હોય છે એ આત્મા શરીરને ફરી ચેતના આપીને જાગૃત કરે છે તે દૈનિક જીવનની અદભુત આધ્યાત્મિકતા છે

સુતા સમયે અને ઉઠીને ઇશ્વરને, પરમાત્માના જે પણ સ્વરુપને સ્વીકાર્યુ હોય એને યાદ કરી, પ્રાર્થના કરીને પછી જીવન ચલાવવુ જોઇએ

નસીબ – ભાગ્ય તો પુર્વાપરના જન્મમાં કરેલા કર્મોને કારણે નિર્માણ થયુ છે પરતુ આ જન્મમા કરેલા કર્મોને કારણે પ્રારબ્ધ નિર્માણ થાય છે..(જેમકે ભણેલા શિક્ષિત સંસ્કારી ના હોઇએ તો સારો રોજગાર મળતો નથી શાંતિની જીવન વ્યવસ્થા મળતી નથી)

પરંતુ ભાગ્યમાં ગમે તે હોય તેને ભવિષ્યના પ્રારબ્ધમાં સુખમય કરવાની શકિત તે આધ્યાત્મિક શકિત..એટલે કે આત્મશકિત.” પત્રકાર નિલેશ સોલંકી”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here