નર્મદા ડેમ ની પાછળના ભાગે પેટ્રોલિંગ દરમિયાન બોટ માંથી વિદેશી દારૂ સહિત ૩.૫૬ લાખનો મુદ્દામાલ ગરુડેશ્વર પોલીસે ઝડપી પાડ્યો

0
36નર્મદા ડેમ ની પાછળના ભાગે પેટ્રોલિંગ દરમિયાન બોટ માંથી વિદેશી દારૂ સહિત ૩.૫૬ લાખનો મુદ્દામાલ ગરુડેશ્વર પોલીસે ઝડપી પાડ્યો

કેવડિયા SRP અને ગરુડેશ્વર પોલીસે નર્મદા બંધ ની પાછળના ભાગેથી મોટી સનખ્યામાં દારૂ અને મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

ગુજરાત માં દારૂ બંદી છે પરંતુ બુટલેગરો દારૂ લાવવા માટે અનેક નવી નવી રીતો અપનાવી રહ્યા છે સરદાર સરોવર ડેમના પાછળના ભાગેથી મહારાષ્ટ્ર માંથી બોટ મારફતે ગુજરાત માં દારૂ લાવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે ગરુડેશ્વર પોલીસે બોટ સહિત ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી કુલ ૩.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બોટ ચાલક ફરાર થઈ ગયો હતો

એમ.એ.ભરાડા સાહેબ પોલીસ મહાનીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા હિમકર સિંહ પોલીસ અધીક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં ભારતીયા બનાવટના ઈગ્લીશદારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઈંગ્લીશ દારુની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસધાને શ્રી નાયબ પોલીસ અધિ કેવડીયા ડીવીઝન તથા ચિરાગ પટેલ એસ.આર.પી.ગૃપ-૧૮ માર્ગદર્શન હેઠળ આજરોજ ડી,બી,શુકલ પોલીસ ઈન્સ કેવડીયા નાઓને મળેલ બાતમી આધારે ડી.બી.શુકલ તથા પો.સ.ઈ એમ.આઈ.શેખ ગરૂડેશ્વર પો.સ્ટે તથા પોલીસ સ્ટાફ તથા એસ.આર.પી.સ્ટાફ દ્વારા સરદાર સરોવર ડેમની સરકારી બોટ માં બેસી માકડખાડા નજીક નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા બોટ નો ચાલક કિનારે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરફેર કરતો હોય તેના ઉપર રેઈડ કરતા જાણ્યો બોટ ચાલક બોટ મુકી ગલ ઝાડી તરફ નાશી ગયેલ જે બોટમાંથી ગોવા વ્હીસ્કી ૭૫૦ એમએલ નો કુલ્લે બોટલ નંગ ૩૩૬ કિ.૩ ૧,૦૦,૮૦૦/- તથા બિયર ટીન પ૦૦ એમેલ કુલ્લે ટીન નંગ ૫૭૬ કી. રૂ. ૫૭,૬૦૦/- તથા લંડન સ્પાઇડ ની ૧૮૦ એમ.એલના કાચના કવાટરીયા કુલ્લ નંગ ૪૭૯ ની કિ.રૂ ૪૭,૯૦૦/- જે તમામ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ ૦૨,૦૬,૩૦૦/- તથા બોટ ની કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિરૂ ૦૩,૫૬,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી અજાણ્યા બોટ ચાલક વિરુધ્ધ ગરૂડેશ્વર પોસ્ટે. માં પ્રોહી એકટ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાય ધરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here