રાજપીપલા ખાતે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

0
49






રાજપીપલા ખાતે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

રાજપીપલા : જુનેદ ખત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ગ્રામીણ સ્વ-સહાય જુથોની સશકત બહેનો સાથે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ના યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના મહિલા અગ્રણી ભારતીબેન તડવી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મમતાબેન તડવી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નીલાંબરીબેન પરમાર વગેરે સહિત જિલ્લાની સ્વ-સહાય જુથોની બહેનોની ઉપસ્થિતિમાં રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ના  કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

જિલ્લાના મહિલા અગ્રણી ભારતીબેન તડવીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી વિમા યોજના, કન્યા કેળવણી યોજના સહિત અનેકવિધ મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓ અમલમાં મુકીને છેવાડાની મહિલાઓને પગભર બનાવી છે

            સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦ મા મિશન મંગલમ યોજના અમલમાં મુકીને ૧૦ હજાર સખીમંડળોને ૬ કરોડ રૂપિયા આપીને આત્મનિર્ભર બનાવી છે. નર્મદા જિલ્લામાં પણ ૧૦ થી ૨૦ બહેનોને ભેગા કરી એક સખી મંડળની રચના કરી છે, જેમાં એક સખીમંડળને રૂા.૧ લાખ લેખે ૨૪ સખી મંડળોને રૂા.૨૪ લાખની લોન ચૂકવીને સરકારશ્રીએ ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરી તેમને આર્થિક અને સામાજિક રીતે મહિલાઓને સશક્ત બનાવવાનું કાર્ય  હાથ ધરીને મહિલાઓને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here