ડાંગ:બારીપાડા એકલવ્ય રેસિડેન્સીયલ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

0
45


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગમાં ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે બારીપાડા એકલવ્ય રેસિડેન્સીયલ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ડાંગ જિલ્લામાં ચાલી રહેલ ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે ઠેરઠેર વૃક્ષારોપણનાં કાર્યક્રમો ચાલી રહયા છે.સાથે હરિયાળીનાં સૂત્રો સાથે દરેક શાળાઓમાં પણ વૃક્ષોનું રોપણ થઈ રહયુ છે. ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે બારીપાડા ગામે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ શાળામાં દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં શામગહાન રેંજનાં નેજા હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અહી વૃક્ષારોપણ પ્રસંગે બારીપાડા ગ્રામ્ય વિસ્તારનાં ભાજપાનાં આગેવાન દિનેશભાઈ ભોયે,સ્થાનિક યુવા નેતા સંતોષભાઈ ભુસારા,આચાર્ય કલ્પેશભાઈ પટેલ,શામગહાન રેંજનાં ફોરેસ્ટર એ.ડી.ગાવિત.બીટગાર્ડમાં નિલેશભાઈ, ઇમરાનભાઈ સહીતનાં વનકર્મીઓએ વૃક્ષોનાં રોપાઓનું રોપણ કર્યુ હતુ..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here