ભરૂચ શહેરમાંથી ચોરાયેલ બોલેરો ગાડી સાથે એક આરોપીને પકડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

0
117✍️ રિપોર્ટર: મનિષ કંસારા
ભરૂચ: ગત તા.૦૯/૦૮/૨૦૨૧ નાં રોજ રાત્રીનાં કલાક ૨૪/૦૦ થી સવારનાં કલાક ૦૮/૦૦ સમયે ભરૂચ શહેરમાં આવેલ સુરીયા એન્ટરપ્રાઇઝ ઓફીસ, ફ્લોરેન્સ શોપીંગ સેન્ટર પર પાર્કીંગ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બોલેરો ગાડી નંબર GJ-16-BK-2951 ની કોઈ અજાણ્યાં ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ જે હકીકત આધારે ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. માં ગુ.ર.ન.પાર્ટ-એ ૧૧૧૯૯૦૧૦૨૧૧૧૪૪/૨૦૨૧ IPC કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. સદર બોલેરો ગાડી ચોરીની તપાસ સિંધવઇ પોલીસ ચોકી પો.સ.ઇ. બી.જી. યાદવ નાઓ કરી રહેલ છે.

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુના તથા ચોરીનાં ગુના અટકાવવા અનુસંધાને I/C નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ભોજાણી નાઓએ માર્ગદર્શન આપેલ ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ-A ૧૧૧૯૯૦૧૦૨૧૧૧૪૪/૨૦૨૧ IPC કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ થયેલ જેમાં બોલેરો ગાડી નંબર GJ-16-BK-2951 ની કોઈ અજાણ્યાં ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ સદર બોલેરો ગાડીની ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.કે. ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો સુચના આપેલ જે સુચના આધારે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સીસના આધારે હે.કો. રાજેન્દ્રભાઈ નાથાભાઈ નાઓને માહિતી મળેલ કે સદર બોલેરો ગાડી ગરબાડા તાલુકાનાં પાદડી ગામે છે જે બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફનાં માણસો ઉપરોક્ત જણાવેલ સરનામે જઇ તપાસ કરતાં એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ-16-BK-2951 પડેલ હોઈ જે ઘરમાં એક ઈસમ હાજર હોઈ તેનું નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ બરસિંગભાઈ નરસુભાઈ પરમાર ઉં.વ. આ. ૩૨ રહે. પાદડી ગામ, ફળીયું રામડુંગર, તા. ગરબાડા જીલ્લો દાહોદ નો હોવાનું જણાવેલ અને આ ગાડી બાબતે પુછતાં પોતાનો સાળો સુરેશભાઈ વનાભાઈ કળમી રહે. કાળીયાકુવા ફળીયું, અગરવાડા ગામ, તા.જી. દાહોદ નાનો ડુપ્લીકેટ ચાવીથી ભરૂચથી ચોરી કરી પોતાનાં ઘરે આપી ગયેલ હોવાનું જણાવેલ જેથી સદર ઈસમને ઉપરોકત ગુનાનાં કામે લાવી હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી:- (૧) બરસિંગભાઈ નરસુભાઈ પરમાર ઉં.વ. આ.૩૨ રહે. પાદડી ગામ, ફળીયું રામડુંગર, તા.ગરબાડા જીલ્લો દાહોદ

વોન્ટેડ આરોપી:- સુરેશભાઈ વનાભાઈ કળમી રહે. કાળીયાકુવા ફળીયું, અગરવાડા ગામ, તા.જી. દાહોદ

રીકવર થયેલ મુદ્દામાલ:- ચોરીમાં ગયેલ બોલેરો ગાડી નંબર GJ-16-BK-2951 કિં.રૂ.૫,૦૦,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- (૧) પો.ઇન્સ. શ્રી એ.કે. ભરવાડ (૨) હે.કો. રાજેન્દ્રભાઈ નાથાભાઈ (૩) હે.કો. જીતેન્દ્રભાઈ પ્રભાતભાઈ (૪) પો.કો. પંકજભાઈ રમણભાઈ (૫) પો.કો. જશવંતભા ચંદુભાઈ (૬) પો.કો. સરફરાજ મહેબુબ (૭) પો.કો. મહેશકુમાર પર્વતસિંહ (૮) પો.કો.અજયસિંહ અભેસિંહ (૯) પો.કો. વિજયભાઈ ધનાભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here