ભેંસાણ આમ આદમી પાર્ટી દ્વારા નવા જુના પ્લોટ સર્વે કરી બે નંબરમાં હક દાખલ કરવા મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું

0
37


જૂનાગઢ : ભેંસાણમાં આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેનો ખાસ મુદા એ હતા કે ભેંસાણ તાલુકાના તમામ ગામોમાં ઘણા સમયથી મામલતદાર કચેરી દ્વારા બંધ કરેલ હોય તો સત્વરે ચાલુ કરવા અંગે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી.

જેમાં નવા જુના ગામ તડ કે જે સર્વે નંબર વગરના છે, તે અને જે સબ પ્લોટ મંજુર થયેલ અને એક પ્લોટ માંથી ભાગ થતા હોય તેવાં સબ પ્લોટ ની ની નોંધણી ઇ ધરા મા દાખલ નો થતી હોય જેને લઈને તાલુકાના આ,અરજદારો ને પારા વાર મુશ્કેલી પડતી હોય જેને લઈ અરજદારો ને લૉન લેવામાં મુશ્કેલી પડતી હો જે ભાયું ભાગ પાડવામાં ભારે મુશ્કેલી પડતી હોય.

જેમાં ગામ તડમાં વારસાઈ વહેંચણી હયાતીમાં હક દાખલ જેવી અન્ય બાબતોને ધિયાને લઈ ને આમ આદમી પાર્ટીનાના હોદેદારો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

તેમજ વધુમાં જણાવ્યું હતું કે ૧૫ દિવસમાં કામગીરી કરવામાં નહીં આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી આમ આદમી પાર્ટીના જિલ્લાના મંત્રી અને ભેસાણ સરપંચ ભુપતભાઈ ભાયાણીએ ઉચ્ચારી છે.

અહેવાલ : કાસમ હોથી…. ભેંસાણLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here