દાહોદ જિલ્લાના નવે’ય તાલુકાઓમાં ૧૪ ઓગસ્ટ, શનીવાર સાંજે ૬ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

0
60


 

 

તા. ૧૨ : દાહોદ જિલ્લાના નવે’ય તાલુકામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦ મિનિટનાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જુનાગઢથી યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

દાહોદ નગરમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આવેલા પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જયારે ધાનપુર અને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમજ લીમખેડાની મોડલ સ્કુલ ખાતે, ગરબાડામાં માધ્યમિક શાળા ખાતે, દેવગઢ બારીયાના નગરપાલિકા ટાઉન હોલ અને ઝાલોદનાં ભરત ટાવર નગરપાલિકા ખાતે તેમજ સિંગવડમાં નરસિંહ ભગત આશ્રમ શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉક્ત સમય મુજબ યોજાશે.
૦૦૦LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here