હાલોલમાં યોગી ડીવાઇન હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના દર્શનનું 13મી ઓગસ્ટના રોજ આયોજન કરાયું

0
20






પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

આત્મીયતાની પ્રતિષ્ઠા કરીને સહુને સુખી જીવનનો મંત્ર આપનાર અને યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિ કુંભના દર્શન તા.૧૩ ઓગષ્ટ, શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગે ગાયત્રી મંદિર, હાલોલમાં આયોજન કરવામાં આવ્યું છે. હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના પ્રાદેશિક સંતો અને વડીલ ભક્તોએ કરેલ છે. તો હાલોલ શહેર, હાલોલ ગ્રામ્ય, ગોધરા અને પંચમહાલ જીલ્લાથી લઈ છેક MP ના ધાર જિલ્લાના ગામોના આજુબાજુના ભક્તો આ કુંભના દર્શન અને પૂજનની સ્મૃતિ હૃદયસ્થ કરશે.
આ સાથે કુતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે. જેમાં હરિધામ સોખડા થી વડીલ સંતો, વડીલો ભગતો અને આપણાં હાલોલના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમાર અને હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર અને હાલોલ શહેર ભાજપા પ્રમુખ ડો. સંજય પટેલ અને હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા અને હાલોલ નગરપાલિકા ના પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ અને અન્ય પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહી બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામી મહારાજના યુગ કાર્યની ઝાંખી કરાવશે. પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના હૃદયમાં હાલોલ પ્રદેશનું વિશેષ મહત્વ રહ્યું છે તેવું પ્રાદેશિક સંત્વર્ય સાધુ શાશ્વતસ્વરૂપદાસ, પ્રાદેશિક સંત્વર્ય સાધુ પ્રભુદર્શનદાસ તથા આત્મીય પ્રદેશ હાલોલ વિભાગ સત્સંગ મંડળના પ્રમુખ દિપકભાઈ નાયક અને હાલોલ શહેર સત્સંગ મંડળના પ્રમુખ નગીનભાઈ વાઘેલા અને હાલોલ ગ્રામ્ય સત્સંગ મંડળના પ્રમુખ વિઠ્ઠલભાઈ બારીયા આ ભક્તોએ જણાવ્યું છે. જ્યારે અસ્થિ કુંભના દર્શનનો સમય, સવારે ૯ થી ૧૨ રાખવામાં આવ્યો છે અને અસ્થિ કુંભના દર્શનનું સ્થળ:- ગાયત્રી મંદિર, પાવાગઢ રોડ હાલોલ ખાતે રહેશે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here